બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'સુજલામ-સુફલામ'ના નામે લાખોનું માટી કૌભાંડ! ખેડાનું ડડુસર ગામ વિવાદમાં

વિવાદ / 'સુજલામ-સુફલામ'ના નામે લાખોનું માટી કૌભાંડ! ખેડાનું ડડુસર ગામ વિવાદમાં

Published By: Vishal Khamar

Last Updated: 10:07 PM, 11 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડા જિલ્લાના મહુધાના ડડુસર ગામે સુજલામ સુફલામ ના નામે માટી કૌભાંડ સામે આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય દ્વારા તળાવને ઊંડું કરવાના બહાને લાખો રૂપિયાની માટીને બારોબાર વેચી નાંખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ખેડા જિલ્લાના ડડુસર ગામ ખાતે ‘સુજલામ-સુફલામ’ યોજના હેઠળ તળાવ ઊંડું કરવાની કામગીરીમાં મોટા પાયે માટી કૌભાંડ થયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામના તળાવમાંથી ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને લાખો રૂપિયાની માટી વેચી નાખવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

ગેરકાયદે ખોદકામ કરી માટીના વેચાણનું કૌભાંડ

આ મામલે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમારએ ખુલ્લેઆમ વહીવટી તંત્ર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ તળાવને ઊંડું કરવાની કામગીરીના બહાને ભૂ-માફિયાઓએ તળાવમાંથી કાઢવામાં આવેલી માટી અન્ય ખાનગી જમીનોમાં પુરાણ માટે ઉપયોગમાં લીધી છે, જેનાથી સરકારી સંપત્તિનો ગેરવપરાશ થયો છે.

પૂર્વ ધારાસભ્યએ કરી તંત્રને રજૂઆત

આક્ષેપોને લઈને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર મહુધા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મામલતદારથી લઈને જિલ્લા કલેક્ટર સુધી અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

કલેક્ટર ફોન ઉપાડતા નથીઃ ઈન્દ્રજીતસિંહ

ઈન્દ્રજીતસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે ખેડા જિલ્લાના કલેક્ટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ ફોન પણ ઉપાડતા નથી. જેના કારણે સ્થાનિકોમાં પણ વહીવટી તંત્ર પ્રત્યે અસંતોષ ફેલાયો છે.

આ પણ વાંચોઃ લગ્નના એક સપ્તાહ પહેલા જ યુવતી ઘર છોડીને ફરાર, અને ભાઈનો Video વાયરલ

સ્થાનિક લોકોમાં માંગ ઉઠી રહી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Sujalam Suflam Kheda news Kheda

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ