બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લગ્નના એક સપ્તાહ પહેલા જ યુવતી ઘર છોડીને ફરાર, અને ભાઈનો Video વાયરલ
Last Updated: 08:56 PM, 11 May 2026
ખેડા જિલ્લોના ગળતેશ્વર તાલુકોના નેતરિયા ગામમાં લગ્ન પહેલાં યુવતી પ્રેમી સાથે ફરાર થઈ જવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર ક્ષત્રિય રાજપૂત સમાજની યુવતી પોતાના લગ્નના માત્ર એક અઠવાડિયા પહેલાં ઘર છોડીને ચાલી ગઈ હતી.
ADVERTISEMENT
યુવતીના પરિવારજનોએ કર્યા આક્ષેપ
પરિવારનો આક્ષેપ છે કે યુવતી સાથે અંકિત રબારી નામનો યુવક ગયો છે. પરિવારજનોના દાવા મુજબ યુવતી ઘરેથી લાખો રૂપિયાના સોનાના ઘરેણાં તેમજ રોકડ રકમ લઈને નીકળી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
યુવતીના ભાઈએ સમાજ સમક્ષ મદદની અપીલ કરી
ADVERTISEMENT
આ ઘટનાને લઈને યુવતીના ભાઈએ સમાજ સમક્ષ મદદની અપીલ કરી છે. તેણે સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કરીને પોતાની બહેનને સુરક્ષિત પરત લાવવામાં સહકાર આપવા વિનંતી કરી હોવાનું જાણવા મળે છે. યુવક-યુવતી બંને ક્યાં છે તે અંગે હજી સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી.
આ પણ વાંચોઃ PM મોદીના હસ્તે વડોદરામાં સરદાર ધામ-3નું લોકાર્પણ, રોડ શોને લઇ શહેરીજનોમાં ઉત્સાહ
ADVERTISEMENT
આ ઘટના બાદ વિસ્તારમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે પરિવારજનો યુવતીની સલામત વાપસીની રાહ જોઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.