બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / PM મોદીના હસ્તે વડોદરામાં સરદાર ધામ-3નું લોકાર્પણ, રોડ શોને લઇ શહેરીજનોમાં ઉત્સાહ
Last Updated: 07:31 PM, 11 May 2026
વડાપ્રધાન આજે (11 મે) ગુજરાતના પ્રવાસે વડોદરા પહોંચ્યા છે. તેઓ સોમનાથ મંદિર ખાતે પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં ભાગ લેવા આવ્યા છે. વડોદરામાં પહોંચ્યા બાદ તેઓ સરદારધામના સભામંડપમાં પહોંચ્યા. જ્યાં તેઓ સરદારધામ-3નું લોકાર્પણ કરીને જનસમુદાયને સંબોધિત કરશે. ત્યારબાદ ગદા સર્કલથી એરપોર્ટ સુધી ભવ્ય રોડ શો યોજાશે.
ADVERTISEMENT
સમગ્ર રૂટ પર 15 થીમ આધારિત સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા
PM મોદીના આગમનને લઈને વડોદરા શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. રોડ શોને ઐતિહાસિક અને ભવ્ય બનાવવા માટે સમગ્ર રૂટ પર 15 થીમ આધારિત સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. આ સ્ટેજ પરથી દેશના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી અને લોકકલાનું પ્રદર્શન કરવામાં આવશે. જે કાર્યક્રમને રાષ્ટ્રીય એકતાની અનોખી છાપ આપશે.
ADVERTISEMENT
તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં મળેલી રાજકીય જીત બાદ PM મોદી પ્રથમ વખત ગુજરાત આવ્યા હોવાથી રોડ શોની થીમમાં પણ બંગાળની સંસ્કૃતિ અને પરંપરાનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે. સમગ્ર માર્ગ પર આકર્ષક લાઇટિંગ, પોસ્ટર-બેનર અને ડેકોરેશનથી ઉત્સવી માહોલ સર્જાયો છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રોડની બંને બાજુ ત્રણ સ્તરની બેરિકેડિંગ ગોઠવવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ રૂપિયા 54 દિવસમાં ડબલ, ડોલરમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરનારાથી સાવધાન
ઓપરેશન સિંદૂર બાદ મે 2025માં વડોદરા આવ્યા
ADVERTISEMENT
આ પહેલાં PM મોદી ઓપરેશન સિંદૂર બાદ મે 2025માં વડોદરા આવ્યા હતા. જ્યારે તેમની છેલ્લી ગુજરાત મુલાકાત 31 માર્ચ 2026ના રોજ થઈ હતી. આજે યોજાનાર રોડ શો અને કાર્યક્રમોને લઈને ભાજપ કાર્યકરો તેમજ નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.