બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / રૂપિયા 54 દિવસમાં ડબલ, ડોલરમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરનારાથી સાવધાન

કાર્યવાહી / રૂપિયા 54 દિવસમાં ડબલ, ડોલરમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરનારાથી સાવધાન

Published By: Vishal Khamar

Last Updated: 05:21 PM, 11 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં અમેરિકન ડોલરમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરનારા સકંજામાં છે. સુરત પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં અમેરિકન ડોલરમાં રોકાણ કરાવી માત્ર 54 દિવસમાં રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી લોકો સાથે મોટી છેતરપિંડી કરનાર ગેંગ સામે પોલીસએ કાર્યવાહી તેજ કરી છે. સોસિયો સર્કલ વિસ્તારમાં ઓફિસ અને શોપ ખોલી વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓ રોકડ નાણાં તથા ઑનલાઇન લિંક મારફતે રોકાણ કરાવતા હોવાનું સામે આવ્યું છે.

અમેરિકન ડોલરમાં રોકાણ કરવાના નામે ઠગાઈ

પોલીસ તપાસ મુજબ આરોપીઓ લોકોથી મોટી રકમ અમેરિકન ડોલર ટ્રેડિંગ અને વિદેશી રોકાણ યોજનાના નામે વસૂલતા હતા. શરૂઆતમાં થોડો નફો આપીને રોકાણકારોમાં વિશ્વાસ ઉભો કરવામાં આવતો હતો, ત્યારબાદ વધુ નફાની લાલચ આપી લાખો રૂપિયા એકત્ર કરવામાં આવતા હતા. જોકે સમય પૂરો થયા બાદ રોકાણકારોને ન તો નફો મળ્યો અને ન મૂળ મૂડી પરત મળી.

54 દિવસમાં રૂપિયા ડબલ થવાની વાત કરી છેતરપિંડી

આ મામલે સુરત પોલીસએ કાર્યવાહી કરીને અજયસિંઘ અને નિરજસિંઘ નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પૂછપરછ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા થયા હોવાનું જાણવા મળે છે. પોલીસએ આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન, દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારો સંબંધિત માહિતી કબજે કરી તપાસ શરૂ કરી છે.

લીંક આપી રોકાણના નામે રૂપિયા ખંખેરનારા સકંજામાં

પ્રાથમિક તપાસમાં અલાઉદ્દીન, ઈમરાન અને સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર માનાતા સુપારસ શેઠિયાનું નામ પણ સામે આવ્યું છે. હાલ ત્રણેય ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.

બિશાખા જૈન, DCP, સાયબર ક્રાઈમ, સુરત

પોલીસે ફરાર આરોપીઓને પકડવા તપાસ શરૂ કરી

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ અનેક લોકોને ઊંચા રિટર્નની લાલચ આપી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હોવાની આશંકા છે. વધુ ભોગ બનનારાઓ આગળ આવે તેવી શક્યતા વચ્ચે પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

આ પણ વાંચોઃ ''દીકરીઓને સલાહ આપો તો...'', આનંદીબેન પટેલના દીકરીની સમાજને ટકોર

અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારના રોકાણ પહેલા કંપનીની કાનૂની માન્યતા, લાઇસન્સ અને નાણાકીય વિશ્વસનીયતા ચકાસવી અત્યંત જરૂરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Police Surat Surat News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ