બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / vastu tips shiv pujan vidhi shivling what is the right way to offer water to shivling

હર હર મહાદેવ / શું શિવલિંગ પર જળાભિષેક કરવા માટે મંદિરના જ લોટાનો ઉપયોગ કરી શકાય? જળ અર્પિત કરતાં સમયે આ મંત્રનો જાપ સૌથી શુભ

Manisha Jogi

Last Updated: 02:03 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધિ વિધાન સાથે જળ અર્પણ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. અયોગ્ય પ્રકારે જળ અર્પણ કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે.

  • ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો
  • ભગવાન શિવ પર એક કળશ જળ ચઢાવવાથી પ્રસન્ન થઈ જાય છે
  • મંદિરના કળશથી શિવલિંગ પર જળ અર્પણ કરી શકાય કે નહીં?

ભગવાન શિવનો પ્રિય મહિનો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદ સાંભળવા માળે છે. હિંદુ ધર્મમાં આ પર્વનું વિશેષ મહત્ત્વ છે. ભગવાન શિવ પર એક કળશ જળ ચઢાવવાથી પણ તેઓ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન શિવ પર જળાભિષેક કરતા સમયે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વિધિ વિધાન સાથે જળ અર્પણ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. અયોગ્ય પ્રકારે જળ અર્પણ કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે. અનેક વાર લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે કે, મંદિરના કળશથી શિવલિંગ પર જળ અર્પણ કરી શકાય કે નહીં? જે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

મંદિરના કળશથી શિવલિંગ પર જળ અર્પણ કરી શકાય કે નહીં?
ભગવાન શિવને રુદ્ર કહેવામાં આવે છે, આ કારણોસર જળાભિષેકને રુદ્રાભિષેક તરીકે પણ ઓળખવામાં આવે છે. સોના, ચાંદી અથવા તાંબાના લોટાથી શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ. શિવલિંગ પર જળ ચઢાવવા માટે મંદિરના કળશનો ઉપયોગ કરવામાં આવે તો તેમાં કોઈપણ પ્રકારની આપત્તિ નથી. ભગવાન મહાદેવ ભક્તોની ભક્તિને જોવે છે અને તેમની નિ:સ્વાર્થ ભાવના અને કર્મથી પ્રસન્ન થાય છે. 

શિવલિંગ પર જળાભિષેક કરતા સમયે ખાસ મંત્રનો જાપ
ભગવાન શિવ એક કળશ જળાભિષેકથી જ ખુશ થઈ જાય છે અને વરદાન આપે છે. જળ ચઢાવતા સમયે 'ॐ नम: शिवाय' ની સાથે સાથે 'श्रीभगवते साम्बशिवाय नमः । स्नानीयं जलं समर्पयामि।'  અથવા 'ॐ ह्रीं ह्रौं नमः शिवाय।। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्॥' મંત્રનો જાપ કરવો જોઈએ. 

શિવલિંગ પર જળ અર્પણ કરવાની વિધિ

  • શિવલિંગ પર જળ અર્પણ કરતા સમયે તમારું મોઢુ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ, જેથી ભગવાન શિવ પ્રસન્ન થઈને તમામ ઈચ્છા પૂર્ણ કરે છે. આ દિશાને શુભ માનવામાં આવે છે. 
  • પૂર્વ દિશા તરફ મુખ રાખીને શિવલિંગ પર જળાભિષેક ના કરવો જોઈએ. આ દિશામાં રહીને જળ ચઢાવવાથી ભગવાન શિવ નારાજ થઈ શકે છે. 
  • શિવલિંગ પર જળાભિષેક કરતા સમયે મુખ ઉત્તર અને પશ્ચિમ દિશામાં ના હોવું જોઈએ. આ દિશામાં મુખ રાખીને જળાભિષેક કરવાથી ફળ પ્રાપ્ત થતું નથી. 
  • શિવલિંગ પર ઉતાવળમાં જળ અર્પણ ના કરવું જોઈએ. નાની ધારથી શિવલિંગ પર જળાભિષેક કરવો જોઈએ. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ