બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips for pyramid keep at home can stop negative energy and get success

વાસ્તુ ટિપ્સ / ઘરની આ દિશામાં પિરામિડ મૂકવાથી દૂર થશે તમામ સમસ્યાઓ, સફળતા ચૂમશે તમારા કદમ

Manisha Jogi

Last Updated: 12:04 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા ઘરમાં પિરામિડ હોય તો તેની દશા અને દિશાનું ખાસ ધ્યાન રાખવું, ખોટી દિશામાં પિરામિડ રાખવાથી ઊંધી અસર થવા લાગે છે.

  • ઘરમાં પિરામિડ રાખીને સમસ્યાથી છુટકારો મેળવી શકો છો
  • ખોટી દિશામાં પિરામિડ રાખવાથી ઊંધી અસર થાય છે
  • પિરામિડ કઈ દિશામાં રાખવાથી લાભ થાય છે

અનેક લોકો ઘણી મહેનત કરે તેમ છતાં મનપસંદ પરિણામ મળતું નથી. તમામ કામમાં અડચણ આવે છે, વધતી જતી પરેશાનીના કારણે જીવન બરબાદ થઈ જાય છે. જે માટે વાસ્તુ પણ જવાબદાર હોઈ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પિરામિડ રાખીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જો તમારા ઘરમાં પિરામિડ હોય તો તેની દશા અને દિશાનું ખાસ ધ્યાન રાખવું, ખોટી દિશામાં પિરામિડ રાખવાથી ઊંધી અસર થવા લાગે છે. પિરામિડ રાખવાના શું ફાયદા છે અને કઈ દિશામાં રાખવો તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

ઘરમાં પિરામિડ રાખવાના ફાયદા

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પિરામિડ રાખવાથી શુભ સંકેત મળે છે અને ઘરમાં સકારાત્મક અસર થાય છે. બિઝનેસ અને નોકરીમાં આવતી અડચણ દૂર થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. 
  • પિરામિડમાં સકારાત્મક ઊર્જા હોય છે, જેની ઘરના સભ્યો પર અસર થાય છે. ઘરમાં રહેતા લોકોનો થાક અને તણાવ ઓછો થાય છે. 
  • વાસ્તુ નિષ્ણાંત અનુસાર પિરામિડ શુભ ફળ આપે છે. જેની ઘરના બાળકો પર અસર થાય છે. બાળકોના સ્ટડી ટેબલ પર પિરામિડ રાખવાથી તેમની એકાગ્રતા વધે અને દિમાગ શાંત રહે છે. 

આ દિશામાં પિરામિડ રાખો

  • બિઝનેસ, નોકરી અને કરિઅરમાં અનેક અડચણ આવી રહી હોય તો પિરામિડ ઈશાન ખૂણામાં રાખવો, જેથી ઘરના સભ્યોને સફળતા પ્રાપ્ત થવા લાગશે. 
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના કોઈ સભ્યને રાત્રે ઊંઘ ના આવતી હોય, વારંવાર ઊંઘ ઉડી જતી હોય અને તણાવમાં હોય તો પિરામિડ દક્ષિણથી પશ્ચિમ દિશામાં રાખો, જેથી લાભ થશે.  
  • વેપારમાં વૃદ્ધિ મેળવવાની કામના હોય તો ઓફિસની કેબિનમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પિરામિડ રાખો. 
  • ઘરની કોઈ વ્યક્તિ વધુ સમયથી બિમાર હોય તો તેના પલંગ પાસે પિરામિડ રાખો, જેથી જલ્દી સ્વસ્થ થશે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ