બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Vastu Tips for home Spiders webs are inauspicious

અશુભ / મોટાભાગના લોકોના ઘરની દિવાલો પર જોવા મળે છે આ અશુભ વસ્તુ, જે લાવે છે સંકટ અને દુર્ભાગ્ય

Published By: Noor

Last Updated: 01:11 PM, 28 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરને સુંદર અને સાફ રાખવા માટે તેની પર વિશેષ ધ્યાન આપવાની જરુર હોય છે. આવા સંજોગોમાં ઘર પર લાગેલા કરોળિયાના જાળા ખુબ ખરાબ દેખાય છે, સાથે સાથે તેને વાસ્તુ પ્રમાણે અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને કેટલીયે પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

  • ઘરમાં ભૂલથી પણ ન થવા દેવું કરોળીયાનુ જાળુ
  • ઘર પર હશે કરોળીયાનુ જાળુ તો થશે આવા મોટા નુકસાન
  • ધન સંબંધી તકલીફો વધારે છે જાળા

ધન સાથે જોડાયેલી સમસ્યાઓ

ઘરની સારી રીતે સાફ સફાઇ કરવી ખુબ જરુરી હોય છે. ઘર સ્વચ્છ અને સુઘડ હોય તો બીમારીઓ દુર થવાની સાથે લક્ષ્મી માતાની કૃપા જળવાઇ રહે છે. આવા સંજોગોમાં જે ઘરમાં ગંદકી અને કરોળિયાના જાળા હોય ત્યાં પૈસા ટકતા નથી. આ સાથે ધન સાથે જોડાયેલી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. કરોળીયા હોય તે ઘરમાં લક્ષ્મીનો વાસ થતો નથી. 

નેગેટિવિટી

જે ઘરની દિવાલો કે છતો પર કરોળીયાના જાળા લાગેલા હોય છે, ત્યાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવા સંજોગોમાં તેની ખરાબ અસર ઘરના લોકોના આરોગ્ય પર પણ પડે છે. ઘરના સભ્યો વચ્ચે અંદરોઅંદર ઝઘડા થાય તેવુ પણ બની શકે છે. 

તણાવ

ઘર પર ઘણા દિવસો સુધી કરોળિયાના જાળા હોય તો તેને અશુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ ઘરના સભ્યો વચ્ચે મનભેદોનુ પણ તે કારણ બની શકે છે. આવા સંજોગોમાં તમામ મેમ્બર્સના સ્વભાવમાં ચિડિયાપણુ ફીલ થાય છે. તે તણાવનુ કારણ બને છે. 

નિષ્ફળતાઓનો સામનો

શાસ્ત્રો મુજબ જે ઘરમાં કરોળીયાના જાળા દેખાતા હોય તે ઘર હંમેશા સંકટોથી ઘેરાયેલુ રહે છે. તે ઘરના સભ્યોએ હંમેશા પરેશાનીઓનો સામનો કરવો પડે છે, તેમને દરેક કામ કરવામાં સંકોચ થાય છે. તેમની આસપાસ સતત નિષ્ફળતાઓ ફરતી રહે છે. 

દુર્ભાગ્યનુ કારણ

ઘરમાં જ્યારે પણ કરોળિયાના જાળા દેખાય તો તેને તરત સાફ કરી લો. આમ ન કરવાથી નિષ્ફળતાઓની સાથે દુર્ભાગ્ય અને પૈસાની તકલીફો આવતી જ રહે છે. કરોળિયાના જાળા તમને નાની વાત લાગતી હોય, પરંતુ તેને ઘરમાંથી તાત્કાલિક સાફ કરવા જરુરી છે. સ્વચ્છ અને સુંદર ઘરમાં જ લક્ષ્મીજીનો વાસ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Harmful Health Home Inauspicious Vastu bad effect destruction spider web inauspicious

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ