બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / vastu tips for home in guajrati keep mirror in dinning room for good luck

વાસ્તુ ટિપ્સ / ઘરના આ રૂમમાં અવશ્ય લગાવી દેવો જોઈએ અરીસો: પોઝિટિવ ઉર્જા વધશે, ભાગ્ય પણ આપશે સાથ

Manisha Jogi

Last Updated: 02:11 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરેક વ્યક્તિના ઘરમાં અરીસો તો હશે જ. વાસ્તુશાસ્ત્રમાં ઘર અને રસોડાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમનું પાલન ખાસ કરવું જોઈએ.

  • વાસ્તુશાસ્ત્રમાં રસોડાનું ખૂબ જ મહત્ત્વ
  • અરીસાની દિશા અને દશાનું વિશેષ મહત્ત્વ
  • ડાઈનિંગ રૂમમાં અરીસો લગાવવાના વાસ્તુ નિયમ

દરેક વ્યક્તિના ઘરમાં અરીસો તો હશે જ. સવારે ઉઠવાથી લઈને રાત્રે સૂવે ત્યાં સુધીમાં અનેક વાર અરીસામાં જોવે છે. શું તમને ખબર છે કે, આ અરીસો તમારા માટે મુસીબત બની શકે છે. વાસ્તુશાસ્ત્રમાં અરીસાની દિશા અને દશાનું ખૂબ જ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં ઘર અને રસોડાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ઘરમાં વાસ્તુશાસ્ત્રના નિયમનું પાલન ખાસ કરવું જોઈએ. જો આમ કરવામાં ન આવે તો માણસની જિંદગીમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ડાઈનિંગ રૂમમાં અરીસો લગાવવા બાબતે અહીંયા જાણકારી આપવામાં આવી છે. ડાઈનિંગ રૂમમાં અરીસો લગાવવાને શુભ માનવામાં આવે છે અને જો આ અરીસો મોટો હોય તો તે વધુ શુભ માનવામાં આવે છે. ડાઈનિંગ રૂમની દીવાલ પર મોટા અરીસા લગાવવાથી ઊર્જાનો અદભુત સ્ત્રોત સાબિત થાય છે. જે નસીબ માટે શુભ માનવામાં આવે છે. 

ડાઈનિંગ ટેબલની સામે મોટો અરીસો હોય અને જમવા દરમિયાન અરીસામાં જોવાથી ભોજન બમણું થવાનો આભાસ થાય છે. આ કારણોસર ભૂખ વધુ લાગે છે અને સાથે સાથે ઘરના તમામ સભ્યોનું આરોગ્ય પણ સારું રહે છે. ઉપરાંત ખુશીનો સંચાર થાય છે. રસોડું પશ્ચિમમુખી હોય તો તમારે પાછળની તરફ એટલે કે, પૂર્વ દિશાની દીવાલ પર ગોળ અરીસો લગાવવો જોઈએ. આ પ્રકારે કરવાથી રસોડામાં વાસ્તુ સંબંધિત સમસ્યા દૂર થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ