ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Vastu Tips Don't leave bathroom wet after use

વાસ્તુશાસ્ત્ર / શું તમને પણ બાથરૂમ ભીનું મૂકી રાખવાની છે આદત? તો આજથી જ કરી નાખજો આ ફેરફાર

Published By: Vidhata

Last Updated: 03:14 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં બાથરૂમ યોગ્ય દિશામાં બનેલું હોવું ખૂબ જ જરૂરી છે, નહીં તો એનાથી વાસ્તુ દોષ લાગી શકે છે. એ માટે વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું તમારા માટે ફાયદાકારક થઈ શકે છે.

ADVERTISEMENT

હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ છે. એટલા માટે જ લોકો વાસ્તુ પ્રમાણે ઘર બનાવતા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વારથી લઈને બેડરૂમ, લિવિંગ રૂમ, સ્ટડી રૂમ, કિચન અને બાથરૂમ પણ યોગ્ય દિશામાં હોવું જરૂરી છે. જો તમારા ઘરમાં આમાંથી કોઈ પણ વસ્તુ ખોટી દિશામાં હોય તો તેનાથી વાસ્તુ દોષ થઈ શકે છે. જેની નકારાત્મક અસર તે ઘરમાં રહેતા વ્યક્તિ પર પડે છે. ત્યારે આજે જાણીએ બાથરૂમને લગતા વાસ્તુના નિયમો વિશે. બાથરૂમને ઉપયોગ કર્યા પછી ભીનું છોડી દેવા વિશે અને તેનાથી સંબંધિત કેટલાક વાસ્તુ ઉપાયો છે, જેનું આપણે પાલન કરવું જોઈએ. 

શૌચાલય અને બાથરૂમ એકસાથે બનાવવું

જો તમે તમારા ઘરમાં જગ્યા બચાવવા માટે બાથરૂમ અને ટોયલેટ એક જ જગ્યાએ સાથે બનાવો છો, તો તેનાથી પણ વાસ્તુ દોષ થઈ શકે છે. આ કારણે તમારા જીવનમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો એક જ જગ્યાએ બાથરૂમ અને ટોયલેટ બનાવવું તમારી મજબૂરી છે, તો આ માટે તમારે બંને વચ્ચે એક પડદો જરૂર લગાવવો જોઈએ.

બાથરૂમ ભીનું છોડી દેવું

જો તમારી આદત એવી છે કે તમે બાથરૂમનો ઉપયોગ કર્યા પછી બાથરૂમ ભીનું છોડી દો છો, તો તેનાથી વાસ્તુ દોષ થઈ શકે છે. જેના કારણે તમારે આર્થિક સંકટનો પણ સામનો કરવો પડી શકે છે. વાસ્તુ દોષોને ઘટાડવા માટે, બાથરૂમનો ઉપયોગ કર્યા પછી બાથરૂમને સંપૂર્ણપણે સુકું કરી દેવું જોઈએ. આમ કરવાથી વાસ્તુ દોષ નહીં આવે.

વધુ વાંચો: આ 6 રાશિના જાતકોના જીવનમાં મચી જશે તોફાન! થવા જઇ રહ્યો છે બુધનો મીન રાશિમાં ઉદય

બાથરૂમમાં ફટકડી રાખો

બાથરૂમ સંબંધિત વાસ્તુ દોષોને દૂર કરવા માટે આ ટિપ્સનો ઉપયોગ કરી શકાય છે. તેની સાથે આ દોષોની અસરને ઓછી કરવા માટે બાથરૂમમાં ફટકડી રાખો. ફટકડી એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં કોઈ તેને જોઈ ન શકે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Dharma Aastha Vastu Vastu Tips For Bathroom vastu tips વાસ્તુશાસ્ત્ર Vastu Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ