ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / varun aaron retirement from first class cricket team india bowler stuart broad

Cricket / સ્ટુઅર્ડ બ્રોડનું નાક તોડનાર ભારતીય ક્રિકેટરે કરી સન્યાસની જાહેરાત, શરીરે ન આપ્યો કરિયરમાં સાથ

Published By: Vikram Mehta

Last Updated: 09:06 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. એક સ્ટાર ક્રિકેટરે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર વરુણ એરોને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરીને તમામ લોકોને હેરાન કરી દીધા છે.

ADVERTISEMENT

  • સ્ટાર ક્રિકેટરે સંન્યાસ લેવાની જાહેરાત કરી
  • વરુણ એરોને રિટાયરમેન્ટની જાહેરાત કરી
  • મેચમાં સ્ટુઅર્ડ બ્રોડનું નાક તોડી નાખ્યું હતું 

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. રાજકોટમાં રમાઈ રહેલ ટેસ્ટ મેચમાં ઈન્ડિયન બોલર્સે ઈંગ્લેન્ડના બેટ્સમેન સામે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. એક સ્ટાર ક્રિકેટરે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર વરુણ એરોને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટની જાહેરાત કરીને તમામ લોકોને હેરાન કરી દીધા છે. 

34 વર્ષીય વરુણ એરોને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 65 મેચ રમી છે અને 168 વિકેટ લીધી છે. વરુણ એરોન ઝારખંડની ટીમ તરફથી મેચ રમી છે અને અત્યાર સુધીમાં 34ની સરેરાશથી વિકેટ લીધી છે. વરુણ એરોન જણાવે છે કે, તેમનું શરીર તેમને સાથ આપતું નથી, જેથી તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી સંન્યાસ લેવા માંગે છે. 

ભારત માટે 9 ટેસ્ટ મેચ રમી
વરુણ એરોન ભારતીય ટીમ માટે પણ ક્રિકેટ રમી છે. વરુણ એરોને ભારત માટે 9 ટેસ્ટ મેચ રમી છે અને 18 વિકેટ લીધી છે, 9 વન ડે મેચમાં 11 વિકેટ લીધી છે. વરુણ એરોને વર્ષ 2011માં ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2015માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. વરુણ એરોનને સૌથી ફાસ્ટ બોલર ગણવામાં આવે છે, પરંતુ ઈજાને કારણે ટીમમાં ફરીથી સ્થાન મેળવી શક્યા ન હતા. 

વધુ વાંચો: આનંદ મહિન્દ્રાએ સરફરાઝ ખાનના પિતા પર વરસાવ્યો પ્રેમ, શાનદાર કાર કરી ગિફ્ટ

વરુણ એરોનના એક રસપ્રદ કિસ્સાની વાત કરવામાં આવે તો ફાસ્ટ બોલિંગને કારણે ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડનું નાક તૂટી ગયું હતું. વર્। 2014માં ઈંગ્લેન્ડના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં મેચ દરમિયાન વરુણ એરોન બોલિંગ કરી રહ્યા હતા, ત્યારે બોલ સીધો સ્ટુઅર્ટ બ્રોડના હેલ્મેટ પર વાગ્યો હતો. જેના કારણે તેના નાકમાંથી લોહી લહેવા લાગ્યપું હતું. બ્રોડને ચાલુ મેચ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. વરુણ એરોને તેમના કરિઅરમાં 20થી વધુ ટીમ માટે અલગ અલગ લેવલ પર ક્રિકેટ રમી છે. વરુણ એરોને લિસ્ટ-એ કરિઅરમાં 84 મેચમાં 138થી વધુ વિકેટ લીધી છે, 95 T20 મેચમાં 93 વિકેટ લીધી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Varun Aaron stuart broad varun aaron first class cricket varun aaron retirement varun cricket retirement વરુણ એરોન વરુણ એરોન રિટાયરમેન્ટ વરુણ ક્રિકેટ સંન્યાસ Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ