બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / van rakshak beat guard vacancy gujarat forest guard recruitment 2022

મોટી જાહેરાત / વધુ એક સરકારી નોકરીની તક: ચૂંટણી પહેલા ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, 823 જગ્યાઓ પર આ વિભાગમાં થશે ભરતી

Dhruv

Last Updated: 02:23 PM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય. રાજ્ય (Gujarat) માં સીધી ભરતી દ્વારા વનવિભાગ હસ્તકની વર્ગ-૩ની વનરક્ષક (બીટગાર્ડ) ની 823 જગ્યાઓ ભરાશે.

  • ગુજરાત સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય
  • વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યાઓ પર થશે ભરતી
  • ફોર્મ સબમીટ કરવાની તા.1 નવેમ્બરથી 15 નવેમ્બર

વન અને પર્યાવરણની સ્થિતિ રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે એ માટે રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે. આ અંગે વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજ્ય વનમંત્રી જગદીશ વિશ્વકર્માએ માહિતી આપતા કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે આશયથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંતર્ગત વન વિભાગ હસ્તકની વનરક્ષક (બીટગાર્ડ) ની વર્ગ-૩ની કુલ–823 જગ્યાઓ સીધી ભરતીથી કરાશે.

ફી ભરવા માટે e-pay સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે

ટૂંક સમયમાં આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત પણ બહાર પાડવામાં આવશે. જેમાં ઓનલાઈન ફોર્મ સબમિટ કરવાની પ્રક્રિયા તા. 1/11/2022 થી તા. 15/11/2022 સુધીની રહેશે. તદુપરાંત આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં ફી ભરવા માટે e-pay સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકશે.

વધુમાં જણાવ્યું કે, 'ફોર્મની ખરાઈ કર્યા બાદ માન્ય ફોર્મની સંખ્યા મુજબ પરીક્ષા કેન્દ્રોની ઉપલબ્ધતા વગેરે ધ્યાને લઈને શક્ય તેટલી જલ્દી પરીક્ષા લઈને સંપૂર્ણ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. આ પરીક્ષા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને વિનંતી છે કે, પોતાના જરૂરી પ્રમાણપત્રો ચેક કરાવી લે જેથી ફોર્મ ભરવા સમયે મુશ્કેલી ના આવે.'

રાજ્ય સરકાર દ્વારા આ મામલે ત્વરિત નિર્ણય લઈ અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રહેલી ભરતી પરીક્ષા પૂર્ણ કરી, નવેસરની ખાલી પડેલી જગ્યાઓ અંગે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. બીટગાર્ડ વન અને વન્યપ્રાણીનું સંરક્ષણ અને સંવર્ધન માટે ખૂબ જ પાયાની પોસ્ટ છે. સરકારને વિશ્વાસ છે કે આવા બીટગાર્ડ મળવાથી વનો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ-સંવર્ધન અને વનોના આજુબાજુ રહેતા આદિવાસીઓના ઉત્થાન માટે મદદરૂપ થશે.

અગાઉ વનરક્ષકની 334 જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા જાહેરાત કરાઇ હતી

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વનરક્ષકની કુલ-334 જગ્યાઓની પરીક્ષા લઈ સીધી ભરતી કરવા બાબતે જાહેરાત કરવામાં આવી હતી. જેમાં આ 334 જગ્યાઓની ભરતી અંગેની પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરી, ખાલી પડેલ બીટગાર્ડ વર્ગ-૩ની ભરતી અંગેની નવી ભરતી પ્રક્રિયા પણ તુરંત જ હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો. જે અનુસાર પરીક્ષા શારીરિક ક્ષમતા કસોટી પૂર્ણ કરાઈ છે. આ 334 જગ્યાઓમાંથી 283 સફળ ઉમેદવારો છે. જેમાં 48 જગ્યાઓ ખાલી રહી છે જ્યારે નવી 775 જગ્યાઓ ઉપરાંત બાકી રહેલ 48. એમ મળીને કુલ–823 જગ્યાઓની નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Forest Guard Bitguard vacancy government job van rakshak beat guard વનરક્ષક-બીટગાર્ડની ભરતી સરકારી નોકરી Forest Guard Bitguard vacancy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ