બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / મેરેથોન દોડ પૂર્ણ કર્યા બાદ ઓચિંતા 15 વર્ષીય વિદ્યાર્થીનીને લઇ જવી પડી હોસ્પિટલ, નિપજ્યું મોત, પરિવાર આઘાતમાં
Last Updated: 05:23 PM, 3 January 2026
નાની ઉંમરે હાર્ટ એટેક આવવાની ઘટનાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ ની હદ પર આવેલ એક શાળામાં યોજાયેલ મેરેથોન દોડમાં દોડી રહેલ 15 વર્ષે વિદ્યાર્થીની મોત થતા ચકચાર બચી જવા પામી છે.ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર મહારાષ્ટ્રના સોરઠવાડામાં આવેલી ભારતી એકેડેમી ઇંગલિશ હાઇસ્કુલ નામની સ્કૂલમાં યોજાયેલ મેરાથોન દોડ માં શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
ADVERTISEMENT
વિદ્યાર્થીનીને તાત્કાલીક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ
આ દરમિયાન હંમેશા મેરાથોન દોડમાં અવલ્લ આવતી ધોરણ 10માં અભ્યાસ કરતી રોશની રાકેશભાઈ ગૌસ્વામી નામની 15 વર્ષીય એક વિદ્યાર્થીનીએ આ વર્ષે પણ ભાગ લીધો હતો. અને પહેલા નંબરે મેરાથોન દોડ પૂરી કરી હતી. દોડ પૂરી કર્યા બાદ તેની અચાનક તબિયત લથડી હતી. આથી શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીનીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
ADVERTISEMENT

વિદ્યાર્થીની મેરાથોન રેસમાં પહેલા નંબરે આવી હતી
ADVERTISEMENT
ત્યારબાદ વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ ફરજ પરના તબીબે આ વિદ્યાર્થીનીનું મોત નીપજયું હોવાનું જણાવ્યું હતું.. દર વર્ષે શાળામાં મેરેથોન દોડમાં અવ્વલ રહેતી આ વિદ્યાર્થીની આ વખતે પણ પહેલા નંબરે આવી મેરાથોનની રેસ જીતી હતી. પરંતુ જિંદગીની રેસ હારી જતા મોત નીપજ્યું હતું. આથી સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ હિંમતનગરમાં સ્કૂલ બસનો અકસ્માત, તો દ્વારકામાં હીટ એન્ડ રન, ગુજરાત માટે શનિવાર આજે ભારે રહ્યો!
પરિવારજનોમાં શોકનો માહોલ
ADVERTISEMENT
બનાવની જાણતા જ મૃતક વિદ્યાર્થીની ના માતા પિતા પણ તાત્કાલિક સ્કૂલ અને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં પોતાની વહાલસોયી દીકરીના મોતના સમાચાર સાંભળતા જ તેમના પગ નીચેથી જાણે જમીન ખસકી ગઈ હતી. અને હોસ્પિટલ પરિસરમાં વિદ્યાર્થીનેના પરિજનોના આક્રંદને કારણે કરુણ ગમગીન વાતાવરણ સર્જાયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.