બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હિંમતનગરમાં સ્કૂલ બસનો અકસ્માત, તો દ્વારકામાં હીટ એન્ડ રન, ગુજરાત માટે શનિવાર આજે ભારે રહ્યો!
Last Updated: 04:50 PM, 3 January 2026
સાબરકાંઠાના હિંમતનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ધનસુરા હાઈવે પર કાર અને સ્કૂલ બસ સમ સામે અથડાતા મોત નિપજ્યું હતું. આકોદરા નજીકની દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. વિઠ્ઠલ પટેલ નામના વ્યક્તિનું અકસ્માતમાં મોત થયું હતું વૃદ્ધ હિંમતનગરના બળવંતપુરા કંપાના રહેવાસી હતી. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ થયો હતો. સ્કૂલ બસમાં વિદ્યાર્થી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
ADVERTISEMENT

પૂરઝડપે આવતી કારે બાઇકને અડફેટે લીધું
ADVERTISEMENT
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-જામનગર હાઇવે પર દાંતા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી કારે બાઇકને અડફેટે લીધું, જેના કારણે બાઇક પર સવાર બે યુવાનો રોડ પર ફંગોળાઈ ગયા અને તેમનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોની ઓળખ સુરેશ પરમાર અને નિલેશ પરમાર તરીકે થઈ છે. કારની જોરદાર ટક્કરથી બાઇકના ફૂરચા નીકળી ગયા હતા અને બંને યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જનાર કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે, જેને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતાં જ મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનોએ ફરાર કારચાલકને તાત્કાલિક ઝડપી પાડવા અને કડક કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ માંગ કરી છે.

ADVERTISEMENT
અબ્રામા ધરમપુર રોડ પર બે કારને લીધી અડફેટે
વલસાડ શહેરમાં ટેમ્પો ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અબ્રામા ધરમપુર રોડ પર બે કારને અડફેટે લીધી હતી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. અબ્રામા પરાગબાગ સોસાસયટી બહાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વાહનોમાં સવાર લોકોનો ચમત્કારી બચાવ થયો હતો. વલસાટ સીટી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વગર પરવાનગીએ અમદાવાદમાં ચાલતો દવાનો ધમધમતો ધંધો, 40 લાખનો મુદ્દામાલ જપ્ત
ADVERTISEMENT
અકસ્માત ઘટનામાં 10 થી વધુ લોકોને ઈજાગ્રસ્ત
નવસારીમાં નેશનલ હાઈવે નં. 48 પર અકસ્માત સર્જાયો હતો. જેમાં બુલેટ ટ્રેનનાં મજૂરોને લઈ જતી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરતા કન્ટેનરનો પાછળનો ભાગ બાસ સાથે અથડાયો હતો. અકસ્માત ઘટનામાં 10 થી વધુ લોકોને ઈજાઓ પહોંચવા પામી હતી. તમામ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. નવસારી ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. અકસ્માતના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે કન્ટેનર ચાલકની પૂછપરછ શરૂ કરી વધુ તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.