બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / YouTubeમાં Video જોઇ રોકાણ કરવું વૃદ્ધને ભારે પડ્યું, ગઠીયાએ 2.52 કરોડમાં રોવડાવ્યા
Last Updated: 11:39 PM, 12 December 2025
વલસાડના એક 60 વર્ષીય વૃદ્ધ છેલ્લા ઘણા સમયથી શેરબજારમાં રોકાણ કરી રહ્યા હતા. તેઓ યુટ્યુબ પર શેરબજારને સંલગ્નન એક વીડિયો જોઈ રહ્યા હતા. ત્યારે વીડિયોની નીચે આપેલ લીંક પર ક્લીક કરતા તેમના મોબાઈલમાં અજાણ્યા વોટ્સએપ નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં વૃદ્ધને પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ શેરબજારમાં રોકાણ કરવામાં રસ ધરાવે છે.
ADVERTISEMENT
મેસેજ કરેલ વ્યક્તિએ વૃદ્ધને ત્યાર બાદ શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપવાનું ચાલુ રાખ્યું હતું. તેમજ વૃદ્ધનો આત્મવિશ્વાસ મજબૂત કરવા માટે તેઓએ શેરબજારમાં કઈ રીતે રોકાણ કરી તમે વધુ નફો મેળવી શકો છો. તેની ટિપ્સ પણ આપતા હતા. થોડા દિવસ બાદ નીતિન શર્મા નામના એક વ્યક્તિએ ફોન કરીને વૃદ્ધને જણાવ્યું હતું કે તેઓએ શેરબજારમાં પોતાનો પોર્ટફોલિયો બનાવી શકે છે તેમજ તેઓએ હજુ વધુ રૂપિયાનું રોકાણ કરવું જોઈએ. જે બાદ વૃદ્ધ છેંતરપિંડી કરનાર વ્યક્તિઓની જાળમાં ધીમે ધીમે ફસાતા હતા. જે બાદ છેંતરપિંડી કરનારાઓએ વૃદ્ધને UK-IND ફાસ્ટ ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરવા સૂચન કર્યું હતું.

ADVERTISEMENT
વૃદ્ધને છેંતરપિંડી કરનારા લોકો દ્વારા યશ્વી કંપની સેબીમાં નોંધાયેલ હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેજસ કુમાર નામના એક વ્યક્તિએ વૃદ્ધનો સંપર્ક કર્યો હતો. અને પૂછ્યું હતું કે તમે શેરબજારમાં કેટલા રૂપિયાનું રોકાણ કરશો. જે બાદ વૃદ્ધ દ્વારા પ્રથમ 5 લાખ રૂપિયા, જે બાદ 10 લાખ રૂપિયા અને ત્યાર બાદ 20 લાખ રૂપિયાનું શેરબજારમાં રોકાણ કર્યું હતું. તેમજ એપ્રિલ અને મે માસ દરમ્યાન વૃદ્ધે એપ મારફતે કુલ 2.52 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

ADVERTISEMENT
એપ માં રૂ. 33 કરોડનો ખોટો નફો પણ દર્શાવ્યો
છેંતરપિંડી કરનાર વ્યક્તિઓએ વૃદ્ધ હજુ શેરબજારમાં વધુ રોકાણ કરવા આકર્ષાય તે માટે એપ માં રૂ. 33 કરોડનો ખોટો નફો પણ દર્શાવ્યો હતો. જે બાદ વૃદ્ધ દ્વારા રકમ ઉપાડવાની વિનંતી કરતા છેંતરપિંડી કરનાર શખ્શો દ્વારા રૂ. 6.6 મિલિયન બ્રોકરેજની ફી ની માંગણી કરી હતી. જે બાદ વૃદ્ધે કહેલ કે મારી પાસે આટલા બધા પૈસા તો નથી. તેમ કહેતા જ છેંતરપિંડી કરનાર શખ્સો દ્વારા વૃદ્ધનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. અને નીતિન શર્મા અને તેજસકુમાર ફી માટે વૃદ્ધને દબાણ કરી રહ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મંડપ સજ્યો, મહેમાન આવ્યા… પરંતુ વરરાજા ગાયબ! અમદાવાદના ઈસનપુરમાં અજીબ કિસ્સો
પરિવારે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી
ADVERTISEMENT
વૃદ્ધને થોડા સમય બાદ તેઓ છેતરાયા હોવાનો અહેસાસ થતા તેઓએ સમગ્ર બાબત પરિવારજનોને જાવી હતી. જે બાદ પરિવારજનો દ્વારા તાત્કાલીક સાયબર ક્રાઈમ સેલ અને હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. જે બાદ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ સાયબર પોલીસ સ્ટેશનમાં નીતિન શર્મા, યશ્વી જૈન, તેજસ કુમાર જૈન, નિકિતા જયસ્વાલ તેમજ આ છેંતરપિંડીમાં સંડોવાયેલા તમામ બેંક ખાતાધારકો સામે ફરિયાદ નોંધી તેઓની શોધખોળ હાથ ધરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.