બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મંડપ સજ્યો, મહેમાન આવ્યા… પરંતુ વરરાજા ગાયબ! અમદાવાદના ઈસનપુરમાં અજીબ કિસ્સો
Last Updated: 11:00 PM, 12 December 2025
હાલ લગ્નસરાની સીઝન પુર બહારમાં ચાલી રહી છે. ત્યારે હવે ડિસેમ્બર મહિનાના છેલ્લા લગ્નમુર્હતમાં અનેક જગ્યાએ લગ્નનો માહોલ જામ્યો છે. લગ્નસરાની સીઝન વચ્ચે એક અજીબો ગરીબ સમાચાર સામે આવ્યા છે. જેમાં કન્યા પક્ષ પોલીસ સ્ટેશન પહોંચતા મામલો બિચક્યો હતો.
ADVERTISEMENT

મુંબઈથી યુવતીના પરિવારજનો લગ્ન માટે અમદાવાદ આવ્યા
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ અમદાવાદમાં લગ્ન પ્રસંગરનો અજીબો ગરીબ કિસ્સો સામે આવવા પામ્યો છે. જેમાં વરરાજા લગ્ન મંડપમાં ન પહોંચતા લગ્ન મોકૂફ થતા મામલો ગરમાયો હતો. ત્યારે યુવતી અને તેનો પરિવાર મુંબઈથી લગ્ન કરવા માટે ભાડું ખર્ચીને અમદાવાદ આવ્યો હતો. ત્યારે અચાનક લગ્ન મોકૂફ થતા યુવતીના પરિવાજનોનો પારો સાતમા આસમાને પહોંચી જવા પામ્યો હતો.
આ પણ વાંચોઃ કાતિલ ઠંડીનો ચમકારો, કચ્છમાં પ્રાથમિક શાળાઓના સમયમાં બદલાવ કરાયો
ADVERTISEMENT
કન્યાપક્ષ પહોંચ્યો પોલીસ સ્ટેશન
અમદાવાદના ઈસનપુર ખાતે રહેતા નિકુંજ કુંણાવતના લગ્ન તેના પરિવારજનો દ્વારા મુંબઈ ખાતે રહેતી યુવતી સાથે નક્કી કર્યા હતા.લગ્નને લઈ યુવતીના પરિવારજનો લગ્ન માટે મુંબઈથી અમદાવાદ આવ્યા હતા. જશોદા ચોકડી પાસે આવેલ પાલખી ઉપવન પાર્ટી પ્લોટમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વરરાજા જાન લઈ ન પહોંચતા મામલો ઉગ્ર થઈ જવા પામ્યો હતો. જે બાદ કન્યાપક્ષ પોલીસ સ્ટેશન પહોંચતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી. લગ્ન ન કરવા હોવાથી વરરાજા નિકુંજ મુંબઈ નાસી ગયો હોવાનું સામે આવવા પામ્યું હતું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.