બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / વડોદરા / vadodara savli clash between two group

બબાલ / વડોદરામાં ફરીવાર જૂથ અથડામણ: બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા પથ્થરમારો, 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત, પોલીસે હાથ ધરી કાર્યવાહી

Dhruv

Last Updated: 10:54 AM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના સાવલીમાં જૂથ અથડામણ થતા પથ્થરમારાની ઘટના સામે આવી છે. જેમાં 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

  • વડોદરામાં વધુ એક વખત પથ્થરમારાની ઘટના ઘટી
  • સાવલીના તલાવડી વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના
  • પથ્થરમારો થતા 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા

વડોદરામાં છાશવારે પથ્થરમારો થયાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. ત્યારે વધુ એક વખત વડોદરામાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. શહેરના સાવલીના તલાવડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું.

પોલીસે ટોળાને વિખેરી સમગ્ર મામલો થાળે પાડ્યો
તલાવડી વિસ્તારમાં એકાએક બે જૂથ વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બનતા બંને જૂથ વચ્ચે પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેમાં 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. જોકે આ ઘટનાની પોલીસને જાણ થતા જ તુરંત ઘટનાસ્થળે સાવલી પોલીસ પહોંચી ગઇ હતી. બાદમાં પોલીસે ટોળાને વિખેરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. હાલમાં આ ઘટનામાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સાવલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અગાઉ દિવાળીમાં પણ પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો થયો હતો
ઇજાગ્રસ્તને માથાના ભાગે વાગેલું હોવાથી તેઓને તાત્કાલિક 108 મારફતે તેઓને સાવલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલો થાળે પાડતા ફરિયાદી કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના સમયગાળામાં પણ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારો, આંગચંપી અને તોડફોડની ઘટના ઘટી હતી. બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ દિવાળી ટાણે જ પાણીગેટ વિસ્તારમાં સ્થિતિ વણસી હતી. જેમાં તોફાની તત્વોએ પોલીસની ટીમ પર પણ પેટ્રોલબોમ્બ ફેંક્યા હતા. જ્યાર બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વણસેલી સ્થિતિને કાબૂમાં લઇ સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ દ્વારા કોમ્બિંગની પ્રક્રિયા હાથ ધરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara news savli clash vadodara crime news વડોદરા પથ્થરમારો સાવલીમાં જૂથ અથડામણ vadodara news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ