બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 07:46 PM, 18 January 2024
ADVERTISEMENT
Vadodara news: વડોદરાના હરણી લેક ઝોન ખાતેના તળાવમાં મોટી દૂર્ઘટના ઘટી. વિદ્યાર્થીઓ અને ટીચરવાળી બોટ તળાવમાં પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. જેમાં 9થી વધુ વિધાર્થીનું મોત થયું છે જ્યારે બાકીનાં લોકો લાપતા થયા છે. આ ઘટનાને પગલે બેદરકારી પણ સામે આવી છે કે, વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા. 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર હતાં જેમાં 12 બાળકોનું અને 2 શિક્ષકોનું મોત થયું છે.
ADVERTISEMENT
13 બાળકો 2 ટીચરનું રેસ્ક્યૂ
માહિતી અનુસાર 11 જેટલા લોકોએ લાઈફ જેકેટ પહેરી હતી અને તેઓ બચી ગયાં છે જ્યારે અન્ય બાળકો લાઈફ જેકેટ વગર બોટમાં સવાર હતાં. 13 બાળકો 2 ટીચરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ તમામ ઘટના અંગે એક બાળકે નિવેદન આપતાં સમગ્ર ઘટના વર્ણવી હતી.
માસૂમ બાળકે કહ્યું કે,
" બોટ આખી ઊંધી થઈ ગઈ"
" થોડા લોકો નીચે જતાં રહ્યાં અને હું એકલો જ હતો અને પછી થોડા લોકોએ ઉપર આવ્યાં"
"પછી પાઈપ આવી અને અમે પાઈપ પકડીને ઉપર આવી ગયાં"
બાળકે કહ્યું કે," બોટમાં 30 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં જેમાં 7 ટીચર હતાં. બધાને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યાં નહોતાં. " જ્યારે વાલીએ કહ્યું કે બોટિંગનો જે ચાર્જ લેવામાં આવે છે ત્યારે બાળકોને લાઈફ જેકેટ વગર એન્ટ્રી અપાય જ નહીં. આ ઘટના સામે કડક પગલાં લેવા જરૂરી છે. "
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.