બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / ભારત / Uttarkashi Tunnel Tragedy: Sad News, Polling Completed In Rajasthan, Lok Sabha Preparations Begin In Gujarat: See All Big News

2 મિનિટ 12 ખબર / ઉત્તરકાશી ટનલ દુર્ઘટના મામલે આવ્યા દુખદ સમાચાર, રાજસ્થાનમાં મતદાન સંપન્ન, ગુજરાતમાં લોકસભાની તૈયારીઓ શરૂ: જુઓ તમામ મોટા સમાચાર

Vishal Khamar

Last Updated: 11:48 PM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં યુવકને માર મારવા મામલે વિભૂતિ પટેલની મુશ્કેલી વધી છે. તો બીજી તરફ સુરત ચોર્યાસી વિધાનસભા ખાતે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં સી.આર.પાટીલે દરેક કાર્યકર્તાને બુથ મજબૂત કરવા આહવાન કર્યું હતું.

Heavy rain with thunder in South Gujarat

હવામાન વિભાગે કહ્યું છે કે 26 નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં અને તેની આસપાસ લો પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના છે. આજના હવામાન વિશે વાત કરીએ તો સ્કાયમેટ વેધરના અહેવાલ મુજબ, આજે કેરળ, તમિલનાડુ અને દક્ષિણ કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણાના ભાગો, કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના ઉપરના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરપૂર્વ ભારતમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે. દિલ્હી અને એનસીઆરનો હવા ગુણવત્તા સૂચકાંક ગંભીર સ્તરે છે.

રાજ્યના હવામાન વિભાગે શનિવારે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરી છે. આ પહેલા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં માવઠાની આગાહી કરી હતી. જેને લઈ હવે આજથી ગુજરાતના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. 

અંબાલાલ પટેલે કહ્યું કે, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનથ અને વેરાવળ, જામનગરમાં વરસાદ થઈ શકે છે. દક્ષિણના ભાગોમા પણ વરસાદ થઈ શકે છે. કમોસમી વરસાદનું માવઠું ભારેથી અતિભારે પણ વરસી શકે છે. તેમણે કહ્યું કે, શિયાળામાં ચોમાસા જેવો વાતાવરણ છવાઈ જશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યાતા છે. તેમણે ઉમેર્યું કે, આ માવઠાની અસર 26 અને 27ના દિવસે ભારે રહેશે તેમજ તારીખ 28 નવેમ્બરથી અસર ઓછી થઈ જશે.

Megharaja's arrival slows down in Ankleshwar-Olpad amid monsoon forecast

ગુજરાતમાં શનિવારે વહેલી સવારથી રાજ્યના અમુક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વિગતો મુજબ  દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ તરફ ઓલપાડ તાલુકાના ગામોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો અંકલેશ્વરના અમુક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે શિયાળું પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ ડાંગરની કાપણી કરી લીધી હતી અને મંડળી સુધી પહોંચાડવાની તૈયારીમાં હતાં તેવામાં વાતાવરણમાં પલટો આવવાથી ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. 

રાજ્યમાં ખાતરની વધતી માંગ વચ્ચે શનિવારે વિક્રમ જનક જથ્થો ગુજરાત આવી પહોંચ્યો હતો. ત્યારે અત્યાર સુધીનો સૌથી મોટો DAP ખાતરનો જથ્થો ગુજરાતમાં પહોંચ્યો હતો.  મોરક્કોનાં જોર્ફ લાસ્ફર પોર્ટથી DAP ખાતરનો જથ્થો મુંદ્રા પોર્ટ પર પહોંચ્યો હતો. 4 ફૂટબોલનાં મેદાન જેટલા જહાજમાં ખાતરનું ઈમ્પોર્ટ કરાયું હતું. મહાકાય જહાજમાં 1 લાખ 82 મેટ્રીક ટન ખાતર મુંદ્રામાં લવાયું હતું. મહાકાય જહાજને અદાણી મુન્દ્રા પોર્ટ પર લંગારવામાં આવ્યું છે. 

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના જાપાના પ્રવાસ પહેલા ભગવાન શ્રી રામના દર્શને અયોધ્યા પહોંચ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 9:30 વાગ્યે રામકથા પાર્ક હેલિપેડ પર ઉતર્યા છે. ત્યાર બાદ તેમણે હનુમાન ગઢીમાં દર્શન કર્યા છે. તેમજ મુખ્યમંત્રીએ અયોધ્યા સ્થિત રામ મંદિરમાં રામલલાની પૂજા કરી છે. આ સાથે CMએ અયોધ્યામાં ઉત્તરપ્રદેશ સરકારે અનેક રાજ્યો અને દેશ માટે ફાળવેલી જગ્યા પર નિર્માણ પામના ગુજરાતી ભવનની સમીક્ષા કરી છે. અયોધ્યામાં બનેલી ગુજરાતની ટુરિઝમ ઓફિસનું ઉદ્ઘાટન કર્યુ હતુ. ઉત્તરપ્રદેશ સરકારે ફાળવેલી ગેસ્ટ હાઉસ અને ભવનની જમીન નવી અયોધ્યામાં આવેલી છે. ત્યા જઈને CMએ જમીનનું નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી.

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ બનાવવા કોઇએ રસ દાખવ્યો ન હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ બ્રિજ તોડી નવો બનાવવા એક પણ કંપનીએ ટેન્ડર નથી ભર્યું. અગાઉ વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ તોડી નવો બનાવવા માટે ટેન્ડર જાહેર કરાયું હતું. જોકે એક પણ કંપનીએ આ બાબતે ટેન્ડર ભર્યું નથી.  વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા બાદ હવે ચોંકાવનારા સામે આવ્યા છે. વિગતો મુજબ  હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા કોઇએ રસ દાખવ્યો ન હોવાનું સામે આવ્યું છે. આ તરફ હવે એક પણ કંપનીએ રસ ન દાખવતાં AMC ફરી ટેન્ડર બહાર પાડશે. મહત્વનું છે કે, 25 કરોડના ખર્ચે બ્રિજના સ્પાન તોડી નવા બનાવવા ટેન્ડર બહાર પડાયું હતું. 

 સુરતનાં જીયાવ બુડિયામાં સી.આર.પાટીલનાં અધ્યક્ષ સ્થાને સ્નેમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ એક પછી એક રાજ્યમાં જીતતું જાય છે. કેન્દ્રમાં ફરીથી સરકાર બનાવવાની છે. ગુજરાત વિધાનસભામાં 20 જેટલી બેઠકો નજીવા મતોથી હારી ગયા હતા. કોંગ્રેસનાં મોટા નેતાઓને ઘર ભેગા કરી દીધા હતા. અમિત ચાવડા 2700 મતોથી બચી ગયા હતા. જીગ્નેશ મેવાણી થોડા મતોથી બચી ગયા હતા. 20 બેઠકો જીત્યા હોત તો 176 બેઠકો પહોંચી ગયા હોત. 

Court rejects anticipatory bail in case of beating Dalit youth in Morbi

મોરબીમાં યુવકને માર મારવા મામલે આરોપીઓ દ્વારા સ્પેશ્યલ સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરાઈ હતી. કોર્ટ દ્વારા રાણીબા સહિત તમામ 5 આરોપીઓનાં આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારે કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ફગાવી દેતા આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થાય તેવી શક્યતાઓ છે.

Assembly elections will be 9 states including Madhya Pradesh Rajasthan in year 2023.

રાજસ્થાનમાં વિધાનસભાની આશરે તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પૂર્ણ થયું છે. માત્ર એક વિધાનસભા બેઠક સિવાયની તમામ બેઠકો પર સાંજના પાંચ વાગ્યા સુધી એકંદરે લગભગ 69 ટકા જેટલુ મતદાન પૂર્ણ થયું. જો કે કેટલાક સ્થળોએ મારા મારી સહિતના અનેક બનાવો સામે આવ્યા છે. 2018માં રાજસ્થાનમાં 74.71 ટકા મતદાન નોંધાયુ હતું.  ત્યારે આ વખતે મતદાન રેકોર્ડ તોડે તેવી સંભાવના સેવાઈ રહી છે. મતદાનની ટકાવારીમાં ગઈ ફેરીની અપેક્ષાએ બે થી ત્રણ ટકાનો વધારો થવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Will it take a month to rescue workers from Uttarkashi tunnel? A foreign expert warned on the issue of haste

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરો ક્યારે બહાર આવશે? આ પ્રશ્ન દેશભરના લોકોના મનમાં વારંવાર ઉઠી રહ્યો છે. લોકો અંદર ફસાયેલા કામદારોની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યા છે. બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પીએમઓ પણ આ બચાવ કામગીરી પર નજર રાખી રહ્યું છે. છેલ્લા 14 દિવસથી દરરોજ સારા સમાચારની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સુરંગ ખોદવાના એક વિદેશી નિષ્ણાતે ચિંતાજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ક્રિસમસ સુધીમાં તમામ કામદારો તેમના ઘરે હશે.

કેરળના કોચી સ્થિત CUSAT યુનિવર્સિટીમાં શનિવારે મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન મોટી દુર્ધટનાં સર્જાઈ હતી. યુનિવર્સિટીમાં થયેલ નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે અનેક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે આ અકસ્માત નિખિતા ગાંધીના કોન્સર્ટ દરમિયાન થયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ