બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / UPમાં યોજાનાર મહાકુંભને લઇ 45 દિવસમાં દોડશે 13000 ટ્રેન, ગુજરાતમાંથી પણ આટલી ટ્રેનો જશે

નેશનલ / UPમાં યોજાનાર મહાકુંભને લઇ 45 દિવસમાં દોડશે 13000 ટ્રેન, ગુજરાતમાંથી પણ આટલી ટ્રેનો જશે

Last Updated: 11:18 AM, 9 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન પર મહાકુંભ યોજાશે. મહાકુંભ માટે 45 દિવસમાં 13 હજાર ટ્રેન દોડશે, જેમાં ગુજરાતમાંથી પણ કેટલીક ટ્રેન દોડશે. રેલવે મંત્રીએ આ માહિતી આપી હતી.

Maha Kumbh 2025: આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન પર મહાકુંભ યોજાશે, જે 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થઈને 26 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થશે. આસ્થાના સૌથી મોટા મેળાવડા મહાકુંભ માટે રેલવે 45 દિવસમાં 13 હજાર ટ્રેનો દોડાવશે. ત્રણ હજાર વિશેષ ટ્રેનો હશે. 10 હજાર નિયમિત ટ્રેનો છે. મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વારાણસી અને પછી પ્રયાગરાજમાં આ જાહેરાત કરી હતી. ગુજરાતમાંથી પણ કેટલીક ડાયરેક્ટ ટ્રેન મહાકુંભ માટે દોડશે.

50 શહેરોથી પ્રયાગરાજ સુધી વિશેષ ટ્રેનો દોડશે

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 'પ્રયાગરાજ મહાકુંભ માટે ચાર રીંગ રેલ સર્કલ બનાવવામાં આવ્યા છે. જેમાં વારાણસી-પ્રયાગરાજ, પ્રયાગરાજ-અયોધ્યા, અયોધ્યા-કાશી અને પ્રયાગરાજ સર્કલનો સમાવેશ થાય છે. દેશના વિવિધ રાજ્યોના 50 શહેરોથી પ્રયાગરાજ સુધી વિશેષ ટ્રેનો દોડશે. મહાકુંભ દરમિયાન પ્રયાગરાજથી દેશના ખૂણે-ખૂણે સીધી કનેક્ટિવિટી હશે. આ સમયગાળા દરમિયાન, ગુજરાત, ચેન્નઈ અને મુંબઈ સહિત 50 શહેરોમાંથી પ્રયાગરાજ માટે લાંબા અંતરની આરક્ષિત ટ્રેનો દોડશે. આ વખતે મહાકુંભ દરમિયાન બીજી ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.'

યાત્રીઓને લાઈન ઉભા રહ્યા વગર જ ટિકિટ મળશે

મહાકુંભ દરમિયાન રેલવે યાત્રીઓને લાઈનમાં ઉભા રહ્યા વગર જ જનરલ ટિકિટ અપાશે. રેલવે કર્મચારીઓ તમામ સ્ટેશનોના આશ્રયસ્થાનો અને વેઇટિંગ રૂમ વગેરેમાં મોબાઇલ ટિકિટિંગ મશીન દ્વારા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન માટે ટિકિટ આપવામાં આવશે. આ સિવાય મુસાફરો મોબાઈલ એપ દ્વારા જનરલ ટિકિટ પણ ખરીદી શકશે. આ ઉપરાંત 554 અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર પણ બનાવવામાં આવ્યા છે.

18 હજાર આરપીએફ અને જીઆરપી જવાનો તૈનાત રહેશે

મહાકુંભ મેળા દરમિયાન 18 હજાર આરપીએફ અને જીઆરપી જવાનો તૈનાત કરવામાં આવશે. જેમાં આરપીએફ જવાનોની સંખ્યા આઠ હજાર અને જીઆરપી જવાનોની સંખ્યા દસ હજાર હશે. આ ઉપરાંત દેશભરમાંથી રેલવેના 13 હજાર અધિકારીઓ અને કર્મચારીઓ અહીં તૈનાત રાખવામાં આવશે. હિન્દી અને અંગ્રેજીની સાથે દક્ષિણ ભારતીય, પંજાબી, બંગાળી, મરાઠી, ગુજરાતી વગેરે બોલી શકે તેવા કર્મચારીઓ મોટી સંખ્યામાં છે.

PROMOTIONAL 10

12 ભાષાઓમાં બુકલેટ તૈયાર કરવામાં આવી

મહાકુંભ દરમિયાન તમામ રાજ્યોમાંથી ભક્તો પ્રયાગરાજ આવશે. આમાં ઘણા એવા હશે જેઓ હિન્દી જાણતા નહીં હોય. આવા મુસાફરોની સુવિધા માટે, રેલવે પ્રશાસને તમિલ, કન્નડ, ઉડિયા, મલયાલમ, મરાઠી સહિત 12 પ્રાદેશિક ભાષાઓમાં બુકલેટ તૈયાર કરી છે.

આ શહેરોમાંથી આરક્ષિત ટ્રેનો પ્રયાગરાજ આવશે

દેશભરના શહેરોમાંથી પ્રયાગરાજ જવા માટે વિવિધ ટ્રેનો દોડાવાશે, જેમાં ગુવાહાટી, રંગપારા ઉત્તર, મુંબઈ સીએસટી, નાગપુર, પુણે, સિકંદરાબાદ, ગુંટૂર, નાંદેડ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, પુરી, સંબલપુર, કન્યાકુમારી, તિરુવનંતપુરમ ઉત્તર, ચેન્નઈ મધ્ય, હાવડા, ડૉ. આંબેડકરનગર, વાપી, અમદાવાદ, રાજકોટ, વડોદરા, વલસાડ, ભાવનગર, જયનગર, દરભંગા, મુઝફ્ફરપુર, ધનબાદ, પટના, ગયા, રક્સૌલ, સહરસા, બેલાગવી, મૈસુર, ઉદયપુર શહેર, બાડમેર, ટાટાનગર, રાંચી વગેરેનો સમાવેશ થાય છે.

વધુ વાંચો : માળિયા હાટીના નજીક 2 કાર અથડાતા ફાટ્યો ગેસનો બાટલો, 7ના મોત, મૃત્યુઆંક વધે તેવી શક્યતા

અયોધ્યામાં 3000 ક્ષમતાનું આશ્રયસ્થાન બનાવવામાં આવશે

રામનગરીમાં રામલલા દર્શન કરવા માટે લાખો ભક્તો પ્રયાગરાજના મહાકુંભથી વિશેષ તારીખો પર અયોધ્યા પહોંચશે. તેમના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3000ની ક્ષમતાવાળું આશ્રયસ્થાન બનાવવામાં આવશે. તેમાં લોકો રહેવા માટે ઘણી વ્યવસ્થા કરવામાં આવશે.

આ 10 સ્પેશિયલ ટ્રેનો મહાકુંભ દોડશે

  • 09031/32 ઉધના-બલિયા 9મી જાન્યુ.થી પાંચ ટ્રીપ
  • 09029/30 વડોદરા-બલિયા, 20મી જાન્યુ.થી પાંચ ટ્રીપ
  • 09019/20 વલસાડ-દાનાપુર 8મી જાન્યુઆરીથી આઠ ટ્રીપ
  • 09021/22 વાપી-ગયા 9મી જાન્યુઆરીથી 10 ટ્રીપ
  • 09021/22 અમદાવાદ-વારાણસી 9મી જાન્યુઆરીથી 15 ટ્રીપ
  • 09413/04 સાબરમતી-વારાણસી 9મી જાન્યુ.થી આઠ ટ્રીપ
  • 09537/38 રાજકોટ-વારાણસી 17મી જાન્યુઆરીથી પાંચ ટ્રીપ
  • 09555/56 ભાવનગર-વારાણસી 18મી જાન્યુઆરીથી પાંચ ટ્રીપ
  • 09421 /22 સાબરમતી-વારાણસી 19મી જાન્યુઆરીથી છ ટ્રીપ
  • 09591/92 વેરાવળ-વારાણસી 20મી જાન્યુઆરીથી બે ટ્રીપ કરશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prayagraj maha kumbh 2025 Uttar Pradesh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ