બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે નહીં રહે કોઇ બેરોજગાર! સરકારની આ સ્કીમ તમને અપાવશે નોકરી, જાણો વિગત

કામની વાત / હવે નહીં રહે કોઇ બેરોજગાર! સરકારની આ સ્કીમ તમને અપાવશે નોકરી, જાણો વિગત

Last Updated: 01:00 PM, 2 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર તરફથી બેરોજગાર લોકો માટે એક યોજના લાવવામાં આવી છે. જેમાં પહેલી વખત નોકરી કરી રહેલા લોકોને સરકાર તરફથી સહાય આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર દેશના લોકો માટે અનેક યોજનાઓ ચલાવે છે. આ સરકારી યોજનાઓનો લાભ દેશના વિવિધ વર્ગના લોકો મેળવે છે.  દેશમાં બેરોજગારીનો દર ખૂબ વધી રહ્યો છે. જે યુવાનો અભ્યાસ બાદ નોકરી મેળવવાની રાહ જોઈ રહ્યા છે તેમના માટે ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. ભારત સરકારે 1.07 લાખ કરોડ રૂપિયાની રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન (ELI) યોજનાને મંજૂરી આપી છે.

આ યોજનાથી આગામી બે વર્ષમાં દેશભરમાં 3.5 કરોડ નવી નોકરીઓનું સર્જન કરવામાં આવશે. પહેલી વાર નોકરી કરી રહેલા કર્મચારીઓને સરકાર તરફથી પ્રોત્સાહન પણ આપવામાં આવશે. આ યોજના દ્વારા નોકરી કેવી રીતે મેળવવી અને તેમાં કોણ અરજી કરી શકે છે તે જાણીએ.

  • શું છે એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઈંસેટિવ યોજના?
    કેન્દ્ર સરકારની એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઈંસેટિવ યોજના સીધી નોકરીઓ પૂરી  નહીં પાડે. તેના બદલે તે કંપનીઓને નોકરીઓ માટે પ્રોત્સાહન આપશે. તો આ સાથે નોકરી કરતા લોકો માટે પ્રોત્સાહન નાણાં પણ અપાશે. આ યોજના હેઠળ યુવાનોને ઉત્પાદન ક્ષેત્રમાં વધુ લાભ મળશે. જે લોકો પહેલી વાર નોકરી કરી રહ્યા હશે તેમને સરકાર તરફથી 15000 રૂપિયા સુધીની પ્રોત્સાહન રકમ આપવામાં આવશે.
app promo1

તો સાથે તે કંપનીઓને વધુ નોકરીઓનું સર્જન કરવા માટે 2 વર્ષ માટે અલગથી પ્રોત્સાહન આપવામાં આવશે. એમ્પ્લોયમેન્ટ લિંક્ડ ઈંસેટિવ યોજના હેઠળ આગામી 2 વર્ષમાં 3.5 કરોડ નોકરીઓનું સર્જન થશે. જેમાંથી 1.92 કરોડ લાભાર્થીઓને પહેલી વાર નોકરી મળશે. આ યોજના 1 ઓગસ્ટ 2025 થી 31 જુલાઈ 2027 દરમિયાન સર્જાયેલી નોકરીઓ પર લાગુ થશે.

  • તમને કેવી રીતે મળશે લાભ?
    આ યોજના હેઠળ, પહેલી વાર નોકરી કરનારા લોકોને સરકાર દ્વારા 15,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે. જે બે હપ્તામાં આપવામાં આવશે. પહેલી વાર નોકરી કરી રહેલા લોકોને નોકરીમાં જોડાયાના 6 મહિના બાદ પહેલો હપ્તો આપવામાં આવશે. જ્યારે બીજો હપ્તો 12 મહિનાના સમયગાળા બાદ આપવામાં આવશે. આ નિયમ 1 લાખ રૂપિયા સુધીના પગારવાળા કર્મચારીઓને લાગુ પડશે. આ સિવાય સરકાર સતત નોકરીઓ પૂરી પાડતી કંપનીઓને દર મહિને 3000 રૂપિયા પ્રોત્સાહન તરીકે પણ આપશે.

વધુ વાંચો : આવી તક નહીં મળે! 50,000 જગ્યા માટે બહાર પડી સરકારી ભરતી, જાણો ક્યાં કેટલી

  • કોણ અરજી કરી શકે છે?
    આ સરકારી યોજનાનો લાભ દરેક લોકોને મળશે. હાલમાં આ માટે કોઈ ચોક્કસ લાયકાત નક્કી કરવામાં નથી આવી. જે લોકો બેરોજગાર છે તેમને રોજગાર મળવા પર સરકાર તરફથી લાભ આપવામાં આવશે. તેમાં કોઈ ઉંમરનો કે કોઈ બીજો પ્રતિબંધ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Government Schemes Insentive Scheme Employment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ