બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કેબમાં ટ્રાવેલિંગ કરતી મહિલાઓને અવશ્ય કામ લાગશે આ સેફ્ટી ટિપ્સ, નહીંતર...!
Last Updated: 02:58 PM, 30 June 2025
છેલ્લા ઘણા વર્ષોથી મહિલાઓનું સશકિતકરણ થઈ રહ્યું છે. આથી હવે મહિલાઓ દરેક કામ પોતાની મેળે કરવાનું પસંદ કરે છે. હવે મહિલાઓ માટે એકલા મુસાફરી કરવી સામાન્ય બની ગઈ છે. વિવિધ કેબ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓએ તેમની મુસાફરીને વધુ સરળ બનાવી રહી છે. ઓફિસ, કોલેજ, એરપોર્ટ, રેલ્વે સ્ટેશન વગેરે સ્થળોએ કેબ દ્વારા મુસાફરી કરવી એ એક સારો ઓપ્શન બની ગયો છે. પરંતુ સમયાંતરે મહિલાઓની સુરક્ષાને લઈને ઘણા પ્રશ્નો ઉભા થાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે રાત્રે ઉજ્જડ રસ્તાઓ પર કેબમાં મહિલાઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ કારણોસર મહિલાઓએ કેબમાં મુસાફરી કરતી વખતે પોતાની સલામતી પ્રત્યે સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને કેટલીક એવી બાબતો વિશે જણાવશું જે મહિલાઓએ કેબમાં મુસાફરી કરતા પહેલા ધ્યાનમાં રાખવી જરૂરી છે.
ADVERTISEMENT
કેબમાં બેસતા પહેલા તમારે ડ્રાઇવરની ઓળખ તપાસવી પડશે. આ દરમિયાન તમારે તપાસ કરવી પડશે કે જે ડ્રાઇવરની ઓળખ એપ્લિકેશનમાં છે તે જ વ્યક્તિ કેબ ચલાવી રહ્યો છે કે કેમ. કેમ કે એવું ન હોવું જોઈએ કે એપમાં કોઈ બીજો ડ્રાઈવર દેખાય અને કેબમાં કોઈ બીજું હોય.
ADVERTISEMENT

માલિકની વિગતો કેબની સાઈડમાં લખેલી હોય છે. કેબમાં ચઢતા પહેલા તમારે તેનો ફોટો લેવાનો રહેશે અને તેને તમારા કોઈ સંબંધી અથવા મિત્રને મોકલવો. જેથી તેઓ જાણી શકે કે તમે કઈ કેબમાં મુસાફરી કરી રહ્યા છો.
ADVERTISEMENT
કેબમાં મુસાફરી કરતા પહેલા ડ્રાઇવરને ચાઇલ્ડ લોક કાઢવાનું કહો. આ સમય દરમિયાન તેને બારીનો કાચ નીચે ઉતરવાનું પણ કહો. કેબમાં મુસાફરી કરતા પહેલા તમારું લાઇવ લોકેશન ઓન કરો અને તેને પરિવારના સભ્ય સાથે શેર કરો જેથી તે તમને ટ્રેક કરી શકે. કેબમાં મુસાફરી કરતી વખતે હંમેશા સાવચેત રહો. કાનમાં ઇયરબડ્સ રાખીને સૂવો નહીં. તમારી આ બેદરકારીનો ફાયદો ઉઠાવી શકાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તમારા સ્માર્ટફોનમાં 112 ઈન્ડિયા એપ ડાઉનલોડ કરીને રાખો અને તમારૂ રજિસ્ટ્રેશન કરાવો. જો તમને કેબમાં મુસાફરી કરતી વખતે અસહજતા અનુભવાતી હોય તો આ એપમાં મહિલા સુરક્ષા ફીચર હોય છે, તેના પર ક્લિક કરવાથી પોલીસની મદદ થોડીવારમાં તમારા સુધી પહોંચી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.