બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લાઈટ બિલમાં બચાવો 1000 રુપિયા, આ ઘરેલું ટીપ્સ થઈ વાયરલ, આજે શરુ કરી દો પછી જુઓ
Last Updated: 01:09 PM, 16 August 2025
વધતા વીજળી બિલથી પરેશાન લોકો માટે ગુડ ન્યુઝ છે. માત્ર 100 યુનિટ બચાવવાથી તમને દર મહિને 1,000 થી વધુની રાહત મળી શકે છે. એટલે કે ઘરમાં કેટલાક નાનકડાં ફેરફાર કરવાથી તમારુ વીજ બિલ વધી શકે છે.
ADVERTISEMENT
પંખા બદલવાથી મોટી બચત
જો જૂનો 80W નો સીલિંગ ફેન દિવસમાં 20 કલાક ચાલતો હોય તો એક મહિનામાં લગભગ 48 યુનિટ વાપરે છે. આવી સ્થિતિમાં, ત્રણ પંખાને BLDC મોડેલથી બદલવાથી લગભગ 87 યુનિટ બચી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે તેની કિંમત 6-8 મહિનામાં વસૂલ થાય છે.
ADVERTISEMENT
પાણીની મોટર સાફ કરવી
40 વોટની ટ્યુબલાઈટને 18 વોટની LED થી બદલવાથી ચાર લાઈટોવાળા ઘરમાં દર મહિને લગભગ 26 યુનિટનો ખર્ચ ઓછો થઈ શકે છે, જો તેનો ઉપયોગ 10 કલાક માટે કરવામાં આવે. આ ઉપરાંત, સમયાંતરે પાણીની મોટર સાફ કરવાથી અને પાઇપલાઇનમાં લીકેજ અટકાવવાથી 10 યુનિટ સુધીની બચત થઈ શકે છે.
ADVERTISEMENT

લાઈટ બિલ ઘટાડવાના બીજા કયા ઉપાય
ADVERTISEMENT
દર 15 દિવસે AC ના કન્ડેન્સર કોઇલ સાફ કરવાથી ઠંડકમાં વધારો થાય છે અને વીજળીનો ઉપયોગ પણ ઓછો થાય છે. ટેમ્પરેચર 24 ડિગ્રી પર રાખવાથી વધારાનો ભાર ટાળી શકાય છે. ઉપરાંત, આધુનિક ફ્રિજ અને ટીવીને વોલ્ટેજ સ્ટેબિલાઇઝરની જરૂર હોતી નથી. તેનો ઉપયોગ ન કરવાથી પણ 45 યુનિટ સુધી વીજળી બચી શકે છે.
વધુ વાંચો : રશિયન તેલ પર ભારતને મોટી રાહત! પુતિન સાથે મીટિંગ બાદ ટ્રમ્પનું મોટું એલાન
ADVERTISEMENT
મોબાઇલ ચાર્જર, સેટ-ટોપ બોક્સ અને ટીવીને અનપ્લગ કરો
મોબાઇલ ચાર્જર, સેટ-ટોપ બોક્સ અને ટીવીને અનપ્લગ કરવાની આદત પાડો. આનાથી 5-10 યુનિટ બચી શકે છે. વીજળી વિભાગ નિયમિત વીજળી ઓડિટ કરાવવાની પણ ભલામણ કરે છે જેથી મોટું બિલ આવતાં અટકી શકે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.