બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / રશિયન તેલ પર ભારતને મોટી રાહત! પુતિન સાથે મીટિંગ બાદ ટ્રમ્પનું મોટું એલાન

અલાસ્કા / રશિયન તેલ પર ભારતને મોટી રાહત! પુતિન સાથે મીટિંગ બાદ ટ્રમ્પનું મોટું એલાન

Hiralal Parmar

Last Updated: 02:08 PM, 16 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયન પ્રેસિડન્ટ પુતિનને મળ્યાં બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પે ટેરિફ પર ફરી પાછું એક મોટું એલાન કર્યું છે.

શુક્રવારે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યાં બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ પર મોટી વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે હાલમાં રશિયા પાસેથી ઓઈલ ખરીદતાં દેશો પર વધારાનો ટેરિફ લગાડવાનો અમેરિકાનો કોઈ વિચાર નથી. જોકે આ સાથે તેમણે ચેતવણી પણ આપી કે તેઓ 'બે કે ત્રણ અઠવાડિયા'માં આ મામલે ફેર વિચાર કરી શકે છે. ટ્રમ્પે નવા ટેરિફ વિશે કહ્યું, "આજે જે બન્યું તેના કારણે, મને લાગે છે કે તેના વિશે વધુ વિચારવાની જરૂર નથી. હવે, મારે કદાચ બે કે ત્રણ અઠવાડિયામાં તેના વિશે વિચારવું પડશે.

અમેરિકાને કારણે ભારતે રશિયા પાસેથી તેલ લેવાનું બંધ કર્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની બેઠક બાદ એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે ભારતે હવે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે અને તેનું કારણ અમેરિકાની ટેરિફ નીતિ છે. તેમના મતે, રશિયાએ તેલ માટેનો એક મોટો ગ્રાહક ગુમાવ્યો છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ભારત રશિયાના તેલ વેપારમાં લગભગ 40 ટકા હિસ્સો ધરાવતો હતો, જે હવે બંધ થતા રશિયા પર ભારે આર્થિક અસર પડી શકે છે.

રશિયાને મંત્રણા ટેબલ પર આવવાની ફરજ પડી

યુએસ રાષ્ટ્રપતિએ દલીલ કરી હતી કે રશિયાને તેના બીજા સૌથી મોટા ગ્રાહક ભારતને ગુમાવીને વાટાઘાટોના ટેબલ પર પાછા આવવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે ભારત બીજો સૌથી મોટો ગ્રાહક છે અને ચીનની ખૂબ નજીક આવી રહ્યો છે.

વધુ વાંચો : અકલ્પનીય! નાસામાં કામ કરતાં યુવાને ચંદ્ર પર ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બાંધ્યો, આખી દુનિયા ચકરાઈ ગઈ!

ભારત પર કેટલો ટેરિફ

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પના એલાન બાદ અમેરિકા હાલમાં ભારત પાસેથી 50 ટકા ટેરિફ વસૂલી રહ્યું છે. ટ્રમ્પે આ ટેક્સને 100 ટકા લઈ જવાની પણ વાત કરી હતી જોકે હવે તેમના આ નિવેદનથી ભારતને રાહત મળી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

donald trump US tariff india tariff
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ