બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / USA wants India and Pakistan to resume talks

કવાયત / ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી વાતચીત શરૂ કરાવવા માંગે છે USA: વિદેશ મંત્રાલયે આપ્યું મોટું નિવેદન, જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 11:32 AM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India Pakistan News: અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમે ચિંતાના મુદ્દાઓ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીતનું સમર્થન કરીશું

  • અમેરિકાએ કહ્યું ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ કરાવવા માટે સમર્થન 
  • અમે ચિંતાના મુદ્દાઓ પર ભારત-પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીતનું સમર્થન કરીશું
  • પાકિસ્તાની PMએ પણ વાતચીતની વ્યક્ત કરી હતી ઈચ્છા 

અમેરિકા ભારત અને પાકિસ્તાન ફરીથી વાતચીત શરૂ કરાવવા માંગે છે. વાત જાણે એમ છે કે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત શરૂ કરવા માટે સમર્થન કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, જેમ કે અમે પહેલા કહ્યું છે, અમે ચિંતાના મુદ્દાઓ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધી વાતચીતનું સમર્થન કરીશું'. ખાસ વાત એ છે કે, અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વર્ષગાંઠ છે. 

પાકિસ્તાની PMએ પણ વાતચીતની વ્યક્ત કરી હતી ઈચ્છા 
પાકિસ્તાનના વડાપ્રધાને પણ પોતાના એક નિવેદનમાં તેમણે ભારત સાથે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પાકિસ્તાની વડાપ્રધાનના આ નિવેદન અંગે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. સોમવારે ઈસ્લામાબાદમાં મિનરલ્સ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફે કહ્યું હતું કે, તેઓ દેશના પુનઃનિર્માણ માટે પડોશી દેશો સાથે વાતચીત માટે તૈયાર છે. 

અમેરિકાએ પહેલાથી જ વાતચીતની ઓફર કરી  
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના તત્કાલિન પ્રવક્તા નેડ પ્રાઈસે આ વર્ષે માર્ચમાં પણ એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, અમેરિકા બંને દેશો વચ્ચે વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ પહેલા બંને દેશોએ આ માટે તૈયાર રહેવું જોઈએ. નેડ પ્રાઈસે કહ્યું હતું કે, અમેરિકા બંને દેશોના સહયોગી તરીકે વાતચીત માટે મધ્યસ્થી કરવા તૈયાર છે. બંને દેશોએ તૈયાર રહેવું જોઈએ.  
 
ઈઝરાયેલ અને સાઉદી અરેબિયામાં પણ અમેરિકા..... 
અમેરિકા સાઉદી અરેબિયા અને ઈઝરાયેલ વચ્ચે વાતચીત માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઇઝરાયેલના ગુપ્તચર વિભાગના વડાએ ગયા અઠવાડિયે અમેરિકાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અમેરિકાના NSA જેક સુલિવાન અને મોસાદ ચીફ ડેવિન બાર્નિયા વચ્ચે લાંબી વાતચીત થઈ. જેક સુલિવાન પણ તાજેતરમાં સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા. મીડિયા રિપોર્ટ્સમાં એવી ચર્ચા છે કે અમેરિકા ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચે મધ્યસ્થી કરી રહ્યું છે અને બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં રાજદ્વારી સંબંધો સ્થાપિત થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ