બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / US Open 2023: Novak Djokovic makes history, defeats Medvedev to win 24th Grand Slam title

US Open Final / US Open 2023: નોવાક જોકોવિચે રચ્યો ઇતિહાસ, મેદવેદેવને હરાવી જીત્યું 24મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ

Megha

Last Updated: 08:58 AM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Novak Djokovic: યુએસ ઓપન ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચમાં સર્બિયાના ખેલાડી નોવાક જોકોવિચે શાનદાર જીત નોંધાવી, આ સાથે તે 24 ગ્રાન્ડ સ્લેમ જીતનાર એકમાત્ર પુરુષ ટેનિસ ખેલાડી બની ગયો છે.

  • યુએસ ઓપન ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ નોવાક જોકોવિચ જીતી ગયો 
  • નોવાક જોકોવિચ 24 ગ્રાન્ડ સ્લેમ જીતનાર એકમાત્ર પુરુષ ટેનિસ ખેલાડી બન્યો 
  • જોકોવિચે 2 વર્ષ બાદ ડેનિલ મેદવેદેવ સામે હારનો બદલો લીધો  

Novak Djokovic US Open Champion: યુએસ ઓપન ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ 10 સપ્ટેમ્બર, 2023ના રવિવારે ન્યૂયોર્કમાં રમાઈ હતી. 3 કલાક 17 મિનિટ સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં સર્બિયાના ખેલાડી નોવાક જોકોવિચ અને રશિયાના ખેલાડી ડેનિલ મેદવેદેવ આમને-સામને હતા. 

24 ગ્રાન્ડ સ્લેમ જીતનાર એકમાત્ર પુરુષ ટેનિસ ખેલાડી 
આ મેચમાં સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે શાનદાર જીત નોંધાવી હતી અને ડેનિલ મેદવેદેવને 6-3, 7-6 (7/5) 6-3થી હરાવીને ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. આ સાથે તે 24 ગ્રાન્ડ સ્લેમ જીતનાર એકમાત્ર પુરુષ ટેનિસ ખેલાડી બની ગયો છે.

નોવાક જોકોવિચે ઇતિહાસ રચ્યો  
યુએસ ઓપન ચેમ્પિયનશિપ 2023 જીતવા ઉપરાંત નોવાક જોકોવિચે આ વર્ષે ઓસ્ટ્રેલિયન અને ફ્રેન્ચ ઓપન પણ જીતી હતી. આ સિઝનમાં આ તેનું ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. જોકે આ સિઝનમાં તે વિમ્બલ્ડન સામે હારી ગયો હતો. આ પહેલા નોવાક જોકોવિચ 2011, 2015 અને 2018માં યુએસ ઓપન મેન્સ સિંગલ્સ ચેમ્પિયન રહ્યો હતો. નોવાક જોકોવિચ પુરૂષ સિંગલ્સમાં 24 ગ્રાન્ડ સ્લેમ જીતનાર એકમાત્ર ખેલાડી બન્યો છે. 

મહિલા ટેનિસ ખેલાડી માર્ગારેટ કોર્ટની બરાબરી કરી 
એકંદરે નોવાક જોકોવિચ એ મહિલા ટેનિસ ખેલાડી માર્ગારેટ કોર્ટની બરાબરી પર છે, જેને 24 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. આવી સ્થિતિમાં તે આવતા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયનશિપ જીતીને 25મું ગ્રાન્ડ સ્લેમ જીતવા ઈચ્છશે.

આવી રહી  નોવાક જોકોવિચ અને ડેનિલ મેદવેદેવ વચ્ચેની રોમાંચક મેચ 
સર્બિયન સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચ રવિવારે ન્યૂયોર્કમાં આયોજિત યુએસ ઓપન ટાઈટલ મેચમાં ફુલ ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે પહેલો સેટ 6-3થી સરળતાથી જીતી લીધો હતો. આ પછી, રશિયન ખેલાડીએ બીજા સેટમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નોવાક જોકોવિચે ફરી એકવાર ટ્રાય બ્રેકરમાં જીત મેળવી અને આ સેટ 7-6(5)થી જીતી લીધો. આ પછી ત્રીજા સેટમાં નોવાક જોકોવિચે મેચ પર કબજો જમાવ્યો અને છેલ્લો સેટ પણ 6-3થી જીતી લીધો હતો.

જોકોવિચે 2 વર્ષ બાદ હારનો બદલો લીધો હતો
જણાવી દઈએ કે વર્ષ 2021માં પણ નોવાક જોકોવિચ અને ડેનિલ મેદવેદેવ આમને-સામને હતા, જેમાં રશિયન ખેલાડીની જીત થઈ હતી. આ પછી નોવાક જોકોવિચ કોવિડની રસી ન લેવાને કારણે વર્ષ 2022માં આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શક્યો ન હતો. પરંતુ આ વર્ષે તેણે યુએસ ઓપન ચેમ્પિયનશિપ 2023માં ભાગ લીધો હતો અને 2021માં તેણે રશિયન ખેલાડી ડેનિલ મેદવેદેવ પાસેથી પોતાની હારનો બદલો લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ