પોતાની અનોખી ફેશન સ્ટાઈલ માટે ફેમસ થયેલી ઉર્ફી સોશિયલ મીડિયા સેન્સેશન છે. 2022માં ગૂગલ દ્વારા બહાર પાડવામાં આવેલી 'મોસ્ટ સર્ચ્ડ એશિયન'ની યાદીમાં ઉર્ફી ટોચ પર હતી.
ઉર્ફીને રિયાલિટી શો બિગ બોસથી ખ્યાતિ મળી
ઉર્ફી તેની અનોખી ફેશન માટે છે જાણીતી
2022માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી સેલિબ્રિટી ઉર્ફી જાવેદ હતી
Urfi javed Net Worth: આજે શહેરોથી લઈને ગામડાઓ સુધી લોકો ઉર્ફી જાવેદના નામથી પરિચિત છે. પોતાની અલગ અને અનોખી ફેશન સ્ટાઈલ માટે ફેમસ થયેલી ઉર્ફી સોશિયલ મીડિયા સેન્સેશન છે. 2022માં ગૂગલ દ્વારા બહાર પાડવામાં આવેલી 'મોસ્ટ સર્ચ્ડ એશિયન'ની યાદીમાં ઉર્ફી ટોચ પર હતી. એટલે કે 2022માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલી સેલિબ્રિટી ઉર્ફી જાવેદ હતી.
જો તમે લોકો એવું માનતા હોય કે ઉર્ફી માત્ર ફેમસ છે અને તેમાં આર્થિક સુરક્ષા નથી તો તમે ખોટા છો. ઉલ્લેખનીય છે કે, નવાઈ લાગશે કે ઉર્ફી જાવેદની નેટવર્થ ઘણા અમીર લોકો કરતા વધુ છે. ઉર્ફીની કુલ સંપત્તિ 170 કરોડ રૂપિયા છે. ઉર્ફી સોશિયલ મીડિયા પોસ્ટથી ઘણી કમાણી કરે છે.
આ સિવાય તે ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળે છે. આવો, ઉર્ફી જાવેદની આવક અને તેની પાસે રહેલા કાર કલેક્શન વિશે જણીએ...ઉર્ફીના જીવન પર નજર કરીએ તો, ઉર્ફીનો જન્મ 1997માં લખનૌમાં થયો હતો. તેણીએ તેનું શાળાકીય શિક્ષણ સિટી મોન્ટેસરીમાંથી મેળવ્યું હતું.
ઉર્ફી જાવેદની આવકનો મુખ્ય સ્ત્રોત જાહેરાત છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 40 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેની રીલ્સ અને તસવીરો અવારનવાર સમાચારોમાં ચર્ચાનો વિષય બની જાય છે. આ લોકપ્રિયતાને લીધે તેઓને ઉત્પાદનને સ્પોન્સર કરવા માટે મોટી રકમ મળે છે.
ઉર્ફીની માસિક આવક રૂ. 1.8 કરોડથી રૂ. 2.2 કરોડ હોવાનું કહેવાય છે. તે સિરિયલના એક એપિસોડમાં દેખાવા માટે રૂ. 25,000 થી રૂ. 30,000 ચાર્જ કરે છે. હાલમાં તે મુંબઈમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં રહે છે. તેની પાસે જીપ કંપાસ છે જેની કિંમત લગભગ 25 લાખ રૂપિયા છે.
ઉર્ફીને રિયાલિટી શો બિગ બોસથી ખ્યાતિ મળી પરંતુ તેની અનોખી ફેશન સ્ટાઈલ તેને નવી ઊંચાઈએ લઈ ગઈ. જો કે, બિગ બોસમાં આવતા પહેલા ઉર્ફી ઘણી સીરિયલ્સમાં જોવા મળી છે. તેણે દુર્ગા, સાત ફેરે કી હેરા ફેરી, બેપન્નાહ, જીજી મા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ જેવી સિરિયલોમાં કામ કર્યું છે.