બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:47 PM, 1 July 2024
UPSC Prelims Result 2024 Declared : યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ પરીક્ષા 16 જૂને બે શિફ્ટમાં લેવામાં આવી હતી.
ADVERTISEMENT
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન UPSC એ આજે 1 જુલાઈ 2024 સિવિલ સર્વિસિસ (પ્રિલિમ) પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર તેમનું પરિણામ જોઈ શકે છે. આ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો હવે મુખ્ય પરીક્ષામાં બેસશે. મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યુ અને પછી અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પ્રિલિમિનરી પરીક્ષા 16 જૂનના બે શિફ્ટમાં લેવામાં આવી હતી. UPSC સિવિલ સર્વિસીસ 2024 પરીક્ષા દ્વારા કેન્દ્ર સરકારની સેવાઓ અને વિભાગોમાં 1056 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં IAS, IPS અને IFSનો સમાવેશ થાય છે. કુલ ખાલી જગ્યાઓમાંથી 40 બેન્ચમાર્ક વિકલાંગતા કેટેગરી ધરાવતી વ્યક્તિઓ માટે આરક્ષિત છે.

ADVERTISEMENT
કમિશને એક સત્તાવાર નિવેદનમાં લખ્યું છે કે આ ઉમેદવારોની ઉમેદવારી કામચલાઉ છે. પરીક્ષાના નિયમો મુજબ આ તમામ ઉમેદવારોએ સિવિલ સર્વિસીસ (મુખ્ય) પરીક્ષા, 2024 માટે વિગતવાર અરજી ફોર્મ-I (DAF-I) માં ફરીથી અરજી કરવાની રહેશે. DAF ભરવાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
UPSC પ્રિલિમ્સ પરિણામ 2024: પરિણામ જોવા માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે
- પરિણામ જોવા તમારે UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જવું પડશે.
ADVERTISEMENT
- હોમ સ્ક્રીન પર “Examinations” અથવા “Results” લિંક પર ક્લિક કરો.
- પછી હોમ પેજ પર તમારે “Civil Services (Preliminary) Examination 2024” લિંક પર ક્લિક કરવાનું રહેશે.
ADVERTISEMENT
- પરિણામ પીડીએફ ફાઇલમાં જાહેર કરવામાં આવશે, જે ખોલ્યા પછી તમને તમારો રોલ નંબર મળશે. તમે Ctrl + F નો ઉપયોગ કરીને તમારો રોલ નંબર શોધી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.