બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કમોસમી વરસાદનાં કારણે લીલી પરિક્રમા પર સંકટના વાદળ, કલેક્ટરે લોકોને ન આવવા માટે અપીલ કરી

આઘાતજનક / કમોસમી વરસાદનાં કારણે લીલી પરિક્રમા પર સંકટના વાદળ, કલેક્ટરે લોકોને ન આવવા માટે અપીલ કરી

Published By: Krutarth Joshi

Last Updated: 07:27 PM, 29 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગિરનારની પરિક્રમાને લઈ જીલ્લા કલેકટરની પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. કલેકટર અનિલકુમાર રાણાવસીયા એ કરી પત્રકાર પરિષદમાં લીલી પરિક્રમા બાબતે કેટલીક સ્પષ્ટતા કરી હતી.

Junagadh news : જૂનાગઢ ગિરનાર પરિક્રમામાં માવઠું વિઘ્ન બન્યું છે. સિઝન વગરના વરસાદથી ગિરનાર પરિક્રમાના રૂટમાં મોટાપાયે ધોવાણ થયું છે. જંગલનો રસ્તો ધોવાઈ ગયો હોવાથી પરિક્રમાવાસીઓને મુશ્કેલી ના પડે માટે તંત્ર એલર્ટ થયું છે. તંત્ર અને ઉતારા મંડળે શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે, જ્યાં સુધી સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી પરિક્રમા માટે ન આવે. 31 ઓક્ટોબરે વાતાવરણ અનુકુળ હશે તો તંત્ર પરીક્રમા અંગે નિર્ણય લેવામાં આવશે. સાથે જ વન વિભાગ અને વહીવટી તંત્રએ સુરક્ષાની દ્રષ્ટિએ વૃદ્ધો અને બાળકોને ગિરનાર પરિક્રમા ટાળવા માટે અપીલ કરી છે. વરસાદના લીધે હાલ જંગલમાં જઈ શકાય તેવી સ્થિતિ નથી. વરસાદના કારણે રસ્તાઓ ખરાબ થઈ જતા વાહનો ફસાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેથી અન્નક્ષેત્રના વાહનોને પરિક્રમા રૂટ પર ન લાવવા અપીલ કરાઈ છે. ઉતારા મંડળે તમામ અન્નક્ષેત્ર અને ઉતારા ચલાવતી સંસ્થાને જાણ કરી દીધી છે.

કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન

ગિરનારની પરિક્રમાને લઈ જીલ્લા કલેકટરની પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. કલેકટર અનિલકુમાર રાણાવસીયા એ કરી પત્રકાર પરિષદમાં લીલી પરિક્રમા બાબતે કેટલીક સ્પષ્ટતા કરી હતી. વરસાદને કારણે પરીક્રમા રૂટના રસ્તાનું ધોવાણ થયું હતું. હાલ જંગલના રસ્તા પર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. રસ્તા પર અતિશય કીચડ થઈ ગયો હોવાથી વાહનો ફસાઈ શકે છે. અન્નક્ષેત્ર અને ઉતારા મંડળને હાલ જંગલમાં પ્રવેશ પર મનાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો : જે પણ હાથમાં આવે તે ઉપાડી માર્યું, સાબરકાંઠામાં મહિલા પર હિચકારો હુમલો, લોકોએ તમાશો જોયો

પરિક્રમા રૂટ પર હાલ પ્રતિબંધ

વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા જોગ કરાઈ અપીલ કરવામાં આવી હતી. જ્યાં સુધી તંત્ર તરફથી સૂચના ન મળે ત્યાં સુધી પરીક્રમા રૂટ પર પ્રવેશ ન કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જીલ્લા કલેકટરે સુરક્ષા હેતુ વૃદ્ધો, બાળકોને પરીક્રમા ટાળવા અપીલ કરી હતી. હાલ પરીક્રમા રૂટના રસ્તા પર કીચડ હોય પ્રવેશબંધી કરવામાં આવી છે. 31 ઓક્ટોબરે વાતાવરણ અનુકુળ હશે તો તંત્ર પરીક્રમા અંગે નિર્ણય લેવામાં આવશે તેવું જણાવ્યું હતું. વરસાદે વિરામ લીધા બાદ તડકો નીકળશે એટલે તંત્ર તાત્કાલિક ધોરણે રસ્તાની કામગીરી હાથ ધરશે તેવી પણ બાંહેધરી આપી હતી.

31 ઓક્ટોબર બાદ નિર્ણય લેવાશે

જેથી હવે જૂનાગઢમાં ગિરનારની પરિક્રમા પર વરસાદનું વિઘ્ન આવ્યું છે. કમોસમી વરસાદને કારણે પરિક્રમા રૂટનું ધોવાણ થઇ જવાથી આ વર્ષે પરિક્રમા થશે કે કેમ તે જ મોટો સવાલ ઉઠ્યો છે. હાલ જંગલના રસ્તા પર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. કીચડને કારણે હાલ તમામ પ્રકારની મુવમેન્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પરિક્રમા રૂટ પર હાલ કીચડને લીધે પ્રવેશબંધી કરવામાં આવી છે જેનો તમામ અન્નક્ષેત્રો અને ઉતારામંડળને વહીવટી તંત્રનો સહકાર આપવા અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lilli Parikrama Unseasonal rains cause confusion over Lilli Parikrama Clouds of danger

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ