બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / જે પણ હાથમાં આવે તે ઉપાડી માર્યું, સાબરકાંઠામાં મહિલા પર હિચકારો હુમલો, લોકોએ તમાશો જોયો
Last Updated: 03:03 PM, 29 October 2025
નારી શક્તિકરણની આપણે ઘણી વાતો સાંભળીએ છીએ — સ્ત્રીને સમાન અધિકાર, સન્માન અને સુરક્ષા આપવાની વાતો વારંવાર ઉઠે છે. પરંતુ હકીકતમાં દૃશ્ય કંઈક જુદું જ દેખાય છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં બનેલી એક ઘટના એ બધાં પ્રશ્નો ફરીથી ઉભા કરી દીધા છે. નારી સુરક્ષા અંગે સરકારો, સમાજ અને કાયદો કેટલી ગંભીરતાથી વિચાર કરે છે તેની કસોટી આ ઘટનાએ સ્પષ્ટ કરી છે.
ADVERTISEMENT

હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં બનેલી આ ચોંકાવનારી ઘટના એ આખા શહેરને હચમચાવી નાખી છે. અહીં ભરબજારમાં એક મહિલાને બે શખ્સોએ લાકડીથી માર માર્યો હતો.
ADVERTISEMENT

આ બંને શખ્સો જાણે કાયદાને પોતાના હાથમાં રાખીને તૂટી પડ્યા હોય તેમ જાહેરમાં મહિલાને માર મારતા નજરે પડ્યા. સૌથી દુઃખદ બાબત એ હતી કે આસપાસ ભેગા થયેલા લોકો માત્ર તમાશો જોતા રહ્યા હતા, કોઈએ પણ મહિલાને બચાવવાનો પ્રયાસ કર્યો નહીં.
ADVERTISEMENT
નારી શક્તિકરણની વાતો વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જે આખા ગુજરાતને હચમચાવી ગઈ. હિંમતનગરમાં જાહેરમાં એક મહિલાને લાકડીથી માર મારાતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરોની જેમ ફેલાયો છે. pic.twitter.com/eX5WyHkqlw
— Nidhi Panchal vtv (@NidhiVtv83966) October 29, 2025
ADVERTISEMENT
આ ઘટના દરમિયાન રસ્તા પર અનેક લોકો હાજર હતા, કોઈએ મોબાઇલમાં વીડિયો બનાવ્યો, કોઈએ દૂરથી જોયું, પણ મદદ માટે આગળ કોઈ આવ્યું નહીં. આ સમગ્ર બનાવનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે, જેને જોઈને લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો પોલીસ અને પ્રશાસન સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
મહિલાને જાહેરમાં માર મારવાનો આ વીડિયો બહાર આવતા જ સમગ્ર હિંમતનગર શહેરમાં આઘાત ફેલાયો છે. લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ છે કે જ્યારે શહેરની મધ્યમાં પોલીસની નજર સામે આવી રીતે મહિલા પર હુમલો થાય છે, ત્યારે નારી સુરક્ષાની વાતો કેટલી ખોખલી છે? સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, હુમલો કરનાર બંને શખ્સો સ્થાનિક વિસ્તારમાં જાણીતા છે અને મહિલાની સાથે કોઈ વ્યક્તિગત વિવાદ હોવાની સંભાવના છે. હાલ પોલીસ આ મામલે તપાસ શરૂ કરી ચૂકી છે અને બંને આરોપીઓને ઝડપવા માટે ટીમો બનાવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.