બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / unlock india less than 5percent positivity rate 70 percent should be vaccinated

ગાઈડલાઈન / સરકારે નક્કી કર્યા અનલોકના નિયમો, કહ્યુ કોરોનાની ત્રીજી લહેરને રોકવા આ કરવુ જરુરી

Dharmishtha

Last Updated: 08:21 AM, 2 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે અનલોકની પ્રક્રિયા અંગે મહત્વની જાણકારી આપી છે.

  • મોટાભાગના પ્રતિબંધોમાં છુટ આપવામાં આવે
  • 70 ટકાથી વધારે વસ્તીનું રસીકરણ થઈ જવું જોઈએ
  • 344 જિલ્લામાં સંક્રમણ દર 5 ટકાથી ઓછો

 મોટાભાગના પ્રતિબંધોમાં છુટ આપવામાં આવે

દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર નબળી પડી અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે અનલોકની પ્રક્રિયા અંગે મહત્વની જાણકારી આપી છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધીમાં પોઝિટિવ રેટ 5 ટકાથી ઓછો અને કુલ વસ્તીના લગભગ 70 ટકા લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યુ હોવું જોઈએ. આની સાથે કોવિડ પ્રોટોકોલ્સનું પણ કડકાઈથી પાલન થવું જોઈએ. આ બાદ જિલ્લામાં મોટાભાગના પ્રતિબંધોમાં છુટ આપવામાં આવે.

 રસીકરણને પ્રાથમિકતા આપવામાં આવશે

ICMRના મહાનિર્દેશક અને ભારતના કોવિડ 19 ટાસ્ક ફોર્સના સભ્ય ડો. બલરામ ભાર્ગવે મંગળવારે આ વાત પર ભાર મૂક્યો કે પ્રતિબંધોમાંથી ધીરે ધીરે છૂટ આપવાથી સંક્રમણના મામલામાં તેજી નહીં આવે એ જિલ્લાએ સુનિશ્ચિત કરવાનું રહેશે. તેમજ રસીકરણને પ્રાથમિકતા આપવામાં આવશે.

70 ટકાથી વધારે વસ્તીનું રસીકરણ થઈ જવું જોઈએ

ભાર્ગવે કહ્યુ કે ત્રીજી લહેરને રોકવાના મામલામાં 5 ટકાથી ઓછો પોઝિટિવિટી રેટ વાળા જિલ્લાને થોડો ખોલવો જોઈએ. તેને બહુ ધીરે ધીરે ખોલવો જોઈએ. આ અંગે ભાર્ગવે કહ્યું કે આવા જિલ્લામાં એક અઠવાડિયા સુધી સંક્રમણ દર 5 ટકાથી ઓછો હોવો જોઈએ. 70 ટકાથી વધારે વસ્તીનું રસીકરણ થઈ જવું જોઈએ. કોરોનાની ગાઈડલાઈન ફોલો કરવાને લઈને જાગૃતિ લાવવી જોઈએ.

344 જિલ્લામાં સંક્રમણ દર 5 ટકાથી ઓછો

ભાર્ગવનું નિવેદન સ્વાસ્થ્ય મંત્રાલયના દાવા બાદ આવ્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ગત અઠવાડિયે 344 જિલ્લામાં સંક્રમણ દર 5 ટકાથી ઓછો રહ્યો છે અને 30 રાજ્યોમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા ઓછી આવી છે.

 આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ

ભાર્ગવે કહ્યુ કે આપણે કોરોનાની ઘાતક બીજી લહેરની વચ્ચે છીએ. જો કે હવે તે ખતમ થઈ ગઈ છે. આંકડા પર નજર નાંખીએ તો એપ્રિલના પહેલા સપ્તાહમાં આપણી પાસે 200થી પણ ઓછા જિલ્લા હતા. જેમાં 10 ટકાથી વધારે સંક્રમણ દર હતો. એપ્રિલના અંતિમ સપ્તાહમાં 600 જિલ્લમાં 10 ટકાથી વધારે પોઝિટિવિટી રેટ હતો. આજે દેશમાં 239 જિલ્લા છે. જેમાં 10 ટકાથી વધારે સંક્રમિણ દર રેટ છે. 145 જિલ્લામાં 5 ટકાથી 10 ટકા પોઝિટિવિટી રેટ અને 350 જિલ્લામાં 5 ટકાથી ઓછો સંક્રમણ દર છે. એટલા માટે આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ