બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Union Cabinet has given approval to National Green Hydrogen Mission

BIG NEWS / કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને આપી લીલીઝંડી, વર્ષે 50 લાખ ટનનું ઉત્પાદન

Hiralal

Last Updated: 03:40 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયો છે જેની જાણ મંત્રી અનુરાગ ઠાકુરે કરી છે.

  • આજે દિલ્હીમાં પીએમની અધ્યક્ષતામાં મળી કેન્દ્રીય કેબિનેટની બેઠક 
  • નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મળી લીલીઝંડી
  • દર વર્ષે 50 લાખ ટન ટન ગ્રીન હાઈડ્રોજનનું થશે ઉત્પાદન 

દેશમાં  ગ્રીન હાઈડ્રોજનને લઈને કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મીટિંગમાં નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી આપી દેવામાં આવી છે. 

દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન
કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે માહિતી આપતાં જણાવ્યું હતું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશનને મંજૂરી મળતાં તે વૈશ્વિક હબ બની જશે દર વર્ષે 50 લાખ ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે. તેમણે કહ્યું કે ખરીદારો અને ઉત્પાદકોને એક છત્ર નીચે લાવવા માટે ગ્રીન હાઈડ્રોજન હબ વિકસાવવામાં આવશે. 

ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે 60-100 ગીગાવોટની ઈલેક્ટ્રોલાઈઝર ક્ષમતા તૈયાર કરવામાં આવશે. ઈલેક્ટ્રોલાઇઝરના ઉત્પાદન અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન પર 17,490 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે. ગ્રીન હાઇડ્રોજનના હબને વિકસાવવા માટે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


8 લાખ કરોડનું સીધું રોકાણ થશે અને 6 લાખ નોકરીઓનું સર્જન 
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે વધુમાં માહિતી આપતા કહ્યું કે નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે આજે 19,744 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. આ મિશનથી 8 લાખ કરોડ રૂપિયાનું સીધું રોકાણ થશે અને 6 લાખ નોકરીઓનું સર્જન થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ