બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મોદી સરકારનાં દ્વિતીય કાર્યકાળનું છેલ્લું બજેટ રજૂ કર્યું. નિર્મલા સીતારમણે છઠ્ઠી વખત ભારતનું બજેટ રજૂ કર્યું છે. તેમનું ભાષણ આશરે 1 કલાકનું રહ્યું. બજેટની શરૂઆત સરકારની યોજનાઓથી થઈ અને અંત મિડલ ક્લાસ સાથે થઈ. આ વખતે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. બજેટનું સંપૂર્ણ ભારણ ઈંફ્રાસ્ટ્રક્ચર અને સોશિયલ ફેર સ્કીમ પર રહ્યું. પ્રધાનમંત્રી મોદીએ નાણામંત્રીનાં ભાષણનાં સમાપન બાદ પોતાની સરકારનાં અંતિમ બજેટ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે," આ દેશનાં ભવિષ્ય નિર્માણનું બજેટ છે." જુઓ વીડિયો:
ADVERTISEMENT
ભવિષ્ય નિર્માણનું બજેટ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજનું વચગાળાનું બજેટ માત્ર સમાવિષ્ટી જ નહીં પરંતુ નવીન પણ છે. આ બજેટમાં નિરંતરતાનો વિશ્વાસ છે. તેમણે કહ્યું કે- "આ બજેટ વિકસિત ભારતનાં ચાર સ્તંભો- યુવા, ગરીબ, મહિલા અને ખેડૂત...તમામને સશક્ત કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ બજેટ દેશનાં ભવિષ્યનાં નિર્માણનું બજેટ છે. આ બજેટમાં 2047નાં વિકસિત ભારતનાં પાયાને મજબૂત કરવાની ગેરંટી છે. હું નાણામંત્રી અને તેની સંપૂર્ણ ટીમને શુભેચ્છા પાઠવું છું."
ગરીબ અને મધ્યમ વર્ગ માટેનું બજેટ
PM મોદીએ કહ્યું કે," આપણે એક મોટું લક્ષ્ય રાખીએ છીએ અને પછી તેને પ્રાપ્ત કરીએ છીએ...અને એ બાદ તેનાથી પણ મોટું લક્ષ્ય નિયત કરીએ છીએ. ગામ અને શહેરમાં ગરીબો માટે આપણે 4 કરોડથી વધારે ઘર બનાવ્યાં છે અને હવે અમે 2 કરોડ વધુ ઘર બનાવવાનાં લક્ષ્યમાં છીએ. અમે 2 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય રાખ્યું હતું હવે તેને વધારીને 3 કરોડ કર્યું છે. આજે જે ઈનકમ ટેક્સની નવી સ્કીમની ઘોષણા કરવામાં આવી તેને મધ્યમ વર્ગનાં એક કરોડ લોકોને મોટી રાહત મળશે. ગત સરકારોએ સામાન્ય માણસનાં માથે દશકાઓથી આ મોટી તલવાર લટકાવીને રાખી હતી..."
ADVERTISEMENT
વધુ વાંચો: બજેટ 2024 : મિડલ ક્લાસને મળી માત્ર નિરાશા, ટેક્સને લઈને જુઓ શું કર્યું એલાન
યુવાઓ માટેનું બજેટ
PM મોદીએ કહ્યું કે આ બજેટ યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. આજનાં બજેટમાં દેશમાં રિચર્ચ અને ઈનોવેશનને મજબૂત કરવા માટે એક ફંડ બનાવવા માટે 1 લાખ કરોડ રૂપિયાની ઘોષણા કરવામાં આવી છે. બજેટમાં મૂડી ખર્ચમાં 11,11,111 કરોડ રૂપિયાનો ઐતિહાસિક વધારો પણ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. રૂફટોપ સોલાર અભિયાનમાં 1 કરોડ પરિવારોને મફત વીજળી મળશે. સરકારને વધારાની વીજળી વેચીને લોકો વાર્ષિક 15-20 હજાર રૂપિયા કમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.