બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Umesh Pal murder case is conducting a thorough investigation of Atiq and Ashraf in the

તપાસ / અસદના એન્કાઉન્ટર મામલે અશરફ બોલ્યો, 'અલ્લાહની ભેટ હતી, અલ્લાહે લઈ લીધી', 12 કલાકની પૂછપરછમાં ખુલ્યા અનેક રહસ્યો

Kishor

Last Updated: 12:27 AM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉમેશ પાલ હત્યા કેસ મામલે પોલીસ પાકિસ્તાન કનેક્શનથી શંકાના આધારે આરોપી અશરફની તેજ તપાસ ચલાવી રહી છે.

  • ઉમેશ પાલ હત્યા કેસ મામલો
  • અશરફની પોલીસ દ્વારા સતત પૂછપરછ
  • જવાબમા અશરફે અનેક માહિતી આપી

ઉમેશ પાલ હત્યા કેસમા સંડોવાયેલ આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઇ અશરફની પોલીસ દ્વારા સતત પૂછપરછ કરવામા આવી રહી છે. ત્યારે આ દરમ્યાન  હત્યા કેસમાં ગઈકાલે આરોપી અતીકનો પુત્ર અસદને યુપી પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર કરાયો છે. બાદમાં હવે હત્યાની એક એક કડી જોડી પોલીસ કામગીરીનો ધમધમાટ ચલાવી રહી છે. ત્યારે પોલીસ પાકિસ્તાન કનેક્શનથી લઈને હવે આરોપીબંધુ અતીક અને અશરફની તેજ તપાસ ચલાવી રહી છે. ત્યારે ધૂમનગંજ પોલીસ મથકમાં અસદના એન્કાઉન્ટર પર અશરફે જણાવ્યું હતું કે અલ્લાહે આપ્યો હતો અને અલ્લાહે જ છીનવી લીધો છે. વધુમાં પોલીસે અશરફની 12 કલાક પૂછપરછ કરી હતી. જેના જવાબમાં ઘણા રહસ્યો પરથી પરદો ઊંચકાયો છે.

કંઇક આવી છે અતીક અહેમદના પરિવારની ગુનાહિત કુંડળી, પત્ની, બહેન અને ભાણી...  તમામ પર છે ક્રિમિનલ કેસ / There is something about the criminal history of  Atiq Ahmed's family his ...

ઉમેશ પાલની હત્યામાં અશરફ, તારો અને અતીકનો સીધો હાથ છે, 
જે અંગેના પ્રશ્નમાં અશરફે કહ્યું હતું કે મેં ઘણી વખત કહ્યું છે કે આ મામલામાં મારો અને ભાઈજાનનો કોઈ હાથ નથી.

અતીક અહેમદને ફરી UP લઇ જવાશે: ઉત્તરપ્રદેશ પોલીસ પહોંચી સાબરમતી જેલ, જાણો  વિગત | Uttar Pradesh police again reached Ahmedabad's Sabarmati Jail to  investigate the Umeshpal murder case


તો સંડોવણી ન હોય તો ઉમેશની હત્યાના 4 કલાક પહેલા ગુલામ અને સાબીરને શુ કામ બોલાવ્યા?
જેના જવાબમા અસરફે કહ્યું કે મેં ફોન કર્યો ન હતો,  બંને ફોન જેલમાં ભોજન પહોંચાડનાર વ્યક્તિને આવ્યા હતા અને તેણે તેમની સાથે વાત કરી હતી. જેમાં પણ વર્ષ 2008માં મેરઠના જૂના કેસની વાત થઈ હતી. હકીકતમાં આ વેળાએ ઉમેશ પાલનો કોઈ કેસ નોંધાયો ન હોવાનું કહ્યું હતું.

હત્યાકાંડ માટે હરિયાણાના ગદ્દી સમુદાયના લોકો તમને પૈસા આપવા આવ્યા હતા?
જવાબમાં જણાવ્યુ કે દૌલતખાન, જહાંગીર બન્ને આવ્યા હતા, પણ પૈસા આપવા સ્થિતિ જાણવા મળ્યા હતા.

ઘટનાસ્થળે અસદ કેવી રીતે પહોંચ્યો હતો?
આ અંગે જવાબ આપતા તેમણે કહ્યું કે ભત્રીજો ત્યાં જ ઘટનાસ્થળે હતો, તમે એવું કેવી રીતે કહી શકો છો?

 જેલમાં અતીક સાથે વાત કરી ન હતી?
જવાબમાં અશરફે કહ્યું કે ના, ક્યારેય મળ્યા નથી!  ઉમેશ પાલ અપહરણકર્તા વિશે વાત કરવા કોર્ટમાં ગયા ત્યારે મુલાકાત થઈ હતી.

હત્યાના પ્લાન મામલે તારા જીજાજી અખ્લાક અને પરિવારના 13 સભ્યોને અગાઉ ખબર હતી?
જવાબ આપતા કહ્યું કે મને આ મામલે કોઇ જ જાણકારી નથી અને રહી વાત પ્લાનની તો અમારે ઉમેશ પાલ જેવાને મારી નાખવા આગોતરા આયોજનની જરૂર નથી.

ઉમેશ પાલ સાથે તમે અગાઉ વાત કરી ?
અશરફ કહ્યું કે એક મીડિયેટરે મને ઉમેશ પાલ સાથે બેઠક કરાવી હતી. કહ્યું કે જ્યારે હું સુનાવણીમાં હાજર થયો આ દરમિયાન મેં કહ્યું હતું કે પૈસા લઈ અને મામલો રફેદફે કરી નાખો હું કોઈ ખૂન ખરાબા કરવા માંગતો નથી!

આ માધ્યસ્થીનું ના આપો?
જો હું નામ આપું તો તમે તેનું પણ એંટાઉન્ટર કરી નાખશો.

 હથિયારો ક્યાંથી લાવ્યા? તેવા સવાલના જવાબમાં આરોપીએ કહ્યું કે તમારા કરતા અમે અમારા માણસોને વધુ હથિયારો આપ્યા છે. અમારે ક્યારેય હથિયારની ઘટ રહેતી જ નથી! આ ગલતફેમીમા રહેતા પણ નહીં તેવા જવાબો આપ્યા હતા.

તમે આ પ્રકરણમાં માસ્તરમાઇન્ટ હોવાના આમારી પાસે પુરાવા છે!
જો ખરેખર પુરાવા હોય તો તમે અમને મારી નાખ્યા હોય! આમ જેલમાં ન ભટકાવતા હોય! પત્ની અંગે પૂછતાં તેમણે કહ્યું કે મારી પત્ની ભણેલી છે. જેને આ પ્રકરણ સાથે કોઈ લેવા દેવા નથી!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ