બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / Umar akmal revealed he could not send his daughter to school for 8 months

ક્રિકેટ / LIVE શૉમાં ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો ક્રિકેટર, કહ્યું દુશ્મનને પણ આવા દિવસ જોવા ન પડે, બર્ગર ખાવાના ફાંફાં હતા

Bijal Vyas

Last Updated: 06:41 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉમરે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે એક સમયે તેની પાસે તેની દીકરીની સ્કૂલની ફી ભરવા અને તેને બર્ગર ખવડાવવાના પૈસા પણ નહોતા.

  • 33 વર્ષીય જમણા હાથનો અટેકિંગ બેટ્સમેન ઉમર મુશ્કેલ દિવસોને યાદ કર્યા
  • PCB દ્વારા ઉમર પર 3 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો
  • ઉમર અકમલે વર્ષ 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો

Umar akmal revealed: પાકિસ્તાનનો વિકેટ કીપર બેટ્સમેન ઉમર અકમલ આ દિવસોમાં રાષ્ટ્રીય ટીમમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. 33 વર્ષીય જમણા હાથનો અટેકિંગ બેટ્સમેન ઉમર મુશ્કેલ દિવસોને યાદ કરીને ભાવુક થઈ ગયો. ઉમરે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે એક સમયે તેની પાસે તેની દીકરીની સ્કૂલની ફી ભરવા અને તેને બર્ગર ખવડાવવાના પૈસા પણ નહોતા. તેણે 8 મહિના સુધી દીકરીને સ્કૂલે મોકલી ન હતી. ઉમર એ જ બેટ્સમેન છે જે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા એન્ટી કરપ્શન કોડ ઓફ કંડક્ટ તોડવા બદલ દોષી સાબિત થયો હતો અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

વર્ષ 2019માં છેલ્લી વખત ઈન્ટરનેશનલ મેચ રમનાર ઉમરે એક ટીવી શોમાં કહ્યું, 'જે પ્રકારના દિવસો મેં જોયા, દુશ્મનને પણ તે દિવસો જોવા નહોતા પડ્યા. ખુદા કંઈક આપીને અને લઈને પરીક્ષા લે છે. જ્યારે હું મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે મને મારી આસપાસના લોકોનો અસલી ચહેરો જોવા મળ્યો. તેઓએ મારો સાથ છોડી દીધો. હું એ લોકોનો આભાર માનું છું જેમણે મુશ્કેલ સમયમાં મારો સાથ નથી છોડ્યો.' ઉમર અકમલને PCB દ્વારા 2020માં ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેના પર 3 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ તેણે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ આર્બિટ્રેશનમાં અપીલ દાખલ કરી હતી જે બાદ તેની સજા ઘટાડીને એક વર્ષની કરવામાં આવી હતી.

‘દીકરીની સ્કૂલ ફી ભરવાના પણ પૈસા ના હતા’
ઉમર અકમલ બેન ના સમયના દિવસને યાદ કરતા પોતાના આંસુ રોકી શક્યો નહીં. તેણે કહ્યું, 'મારી પાસે મારી દીકરીની સ્કૂલની ફી ભરવા અને તેને મેકડોનાલ્ડ્સ લઈ જવા માટે પૈસા નહોતા. હું મારી દીકરીને 8 મહિના સુધી શાળાએ મોકલી શક્યો નહીં. એ મુશ્કેલ સમયમાં મારી પત્નીએ મારો સાથ ન છોડ્યો. હું તેનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે.'

ઉમર અકમલના ઇન્ટરનેશનલ ક્રિકેટ કરિયર
જમણા હાથના બેટ્સમેન ઉમર અકમલે વર્ષ 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં 16 ટેસ્ટ, 121 વનડે અને 84 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ઉમરે ટેસ્ટમાં 1 સદી અને 6 અડધી સદી ફટકારી છે, જ્યારે તેણે વનડેમાં 2 સદી અને 20 અડધી સદી ફટકારી છે. ઉમરે અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 8 અડધી સદી ફટકારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ