ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શનિવારે મુંબઈમાં બે નવી મેટ્રો રેલ લાઈનનું ઉદ્ધાટન કર્યું હતું. મુંબઈ મેટ્રોની લાઈન 2-એ અને 7 મહાનગરની પશ્ચિમમાં અંધેરી અને દહિસરને જોડે છે. આ અવસર પર તેમણે કેન્દ્રની ભાજપ સરકારની પણ ટિકા કરી હતી. સાથે જ તેમણે બુલેટ ટ્રેન પર પણ સવાલો ઉભા કર્યા હતા. તેમણે જીએસટી વળતર અને રાજ્યના પ્રોજેક્ટ માટે મંજૂરી જેવા મુદ્દાને લઈને ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેેએ કહ્યું કે, બુલેટ ટ્રેન નામનો એક પ્રોજેક્ટ છે અને તે તેના પર ભાર આપી રહ્યા છે. તેમણે પ્રોજેક્ટ માટે બીકેસીમાં સૌથી મોંઘી અને મોંઘા પ્લોટ લીધા છે. જ્યાં અમે એક ફાઈનાન્સિયલ સેન્ટર બનાવી રહ્યા હતા. ઠીક છે. પણ મુંબઈ અને અમદાવાદ વચ્ચે આ બુલેટ ટ્રેનનો શું ફાયદો ? જો આપ મહારાષ્ટ્રમાં પહેલી બુલેટ ટ્રેન ઈચ્છતા હતા, તો તે મુંબઈ અને નાગપુર વચ્ચે હોવી જોઈએ, કારણ કે તેનાથી રાજ્યને ફાયદો થાત.
ADVERTISEMENT
હું મેટ્રોનો જશ આપવા તૈયાર
ઠાકરેએ ભાજપનું નામ લીધા વગર કહ્યું કે, અમુક લોકો છે, જે ઈચ્છે છે કે, મેટ્રોનો જશ લઈ રહ્યો છું. હું આ જશ પણ આપવા તૈયાર છું. જો આપ મુંબઈને પ્રેમ કરો છો, તો કાંઝુરમાર્ગમાં મેટ્રો 3 માટે કાર શેડ બનાવાનો રાજ્ય સરકારનો પ્રસ્તાવ શા માટે રોકી દીધો ? ભારતીય રેલ્વે ધારાવી ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ માટે પોતાની જમીન નથી આપી રહ્યા.
ADVERTISEMENT
મેટ્રો પ્રોજેક્ટની શું છે સચ્ચાઈ
આપને જણાવી દઈએ કે, નાગપુર અને પુણેમાં ચાલી રહેલી મેટ્રો પ્રોજેક્ટની ઘોષણા અને શરૂઆત 2014-19ની વચ્ચે થઈ હતી. જ્યારે ભાજપ અને ઠાકરે નેતૃત્વવાળી શિવસેના ગઠબંધન સત્તામાં હતી. 2019ની ચૂંટણી બાદ શિવસેનાએ રાજ્યમાં ન વી સરકાર બનાવવા માટે રાંકાપા અને કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો હતો.
ADVERTISEMENT
અમે ભીખ નથી માગતા
ઠાકરેએ આગળ કહ્યું કે, અમે મુંબઈમાં એક પંપિગ સ્ટેશન માટે જમીન માગી રહ્યા છીએ, પણ અમને તેના માટે ના પાડવામાં આવી રહી છે. મેં આજે જીએસટી ભવનનું ુઉદ્ટાન કર્યું. મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધારે જીએસટી આપે છે. પણ અમારા લેણા સમય પર નથી આપતા. અમે ભીખ નથી માગતા. પણ અમે મજબૂતાઈથી અમારા ભાગનો ટેક્સ માગ રહ્યા છીએ. અને સરકાર સતત તેને લઈને ના પાડી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો