બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / Uddhav Thackeray resignation as CM Maharashtra politics

નંબરગેમ / મહારાષ્ટ્રમાં સમીકરણો બદલાયાઃ ઉદ્ધવ ઠાકરેની 20 મોટી ભૂલોએ સરકાર પાડી, જાણો હવે શું થશે ?

Published By: Hiren

Last Updated: 12:31 AM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઇ રહી છે. ત્યારે જાણો ઉદ્ધવ સરકારના રાજીનામા બાદ હવે શું થઈ શકે છે અને ઉદ્ધવ ઠાકરેએ શું મોટી ભૂલો કરી...

  • મહારાષ્ટ્રમાં ફરી બદલાયા રાજકીય સમીકરણ
  • ઉદ્વવ ઠાકરેએ મુખ્યમંત્રી પદનો કર્યો ત્યાગ
  • ફ્લોર ટેસ્ટ પહેલા ઉદ્ધવ રાજનો અંત

મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. સુપ્રીમ કોર્ટે શિવસેનાની દલીલ ફગાવ્યા બાદ ગુરુવારે જ ફ્લોર ટેસ્ટના આદેશ આપ્યા છે. જેના થોડા સમય બાદ જ CM ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવ કરીને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તો સાથે તેમણે વિધાનસભા પરિષદમાંથી પણ રાજીનામું આપ્યું છે. ઉદ્ધવ ઠાકરે પોતે કાર ચલાવીને રાજભવન પહોંચ્યા હતા, જ્યાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજીનામું સોંપ્યું હતું. રાજીનામાં બાદ ઉદ્ધવ ઠાકરેએ મંદિર પહોંચીને દર્શન કર્યા હતા.

મહારાષ્ટ્રમાં અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી પદે રહ્યા બાદ આખરે ઉદ્ધવ ઠાકરેને રાજીનામુ આપવું પડ્યું. 28 નવેમ્બર 2019ના રોજ ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા હતા. ઉદ્ધવ ઠાકરેની સરકારને એનસીપી અને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું. મહાવિકાસ અઘાડી નામનું સંગઠન બનાવીને કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ સરકાર ચાલતી હતી. પરંતુ એકનાથ શિંદે સહિતના ધારાસભ્યોની બળવાખોરી બાદ રાજીનામુ આપવું પડ્યું છે. ત્યારે હવે મહારાષ્ટ્રમાં શું થશે ?

મહારાષ્ટ્રમાં હવે શું થશે ?

  • ઉદ્ધવ સરકારના રાજીનામા બાદ રાજ્યપાલ નિર્ણય લેશે
  • રાજ્યપાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે
  • રાજ્યપાલ પાસે બીજો વિકલ્પ સૌથી મોટી પાર્ટીને સરકાર માટે આમંત્રણ છે 
  • ઉદ્ધવના રાજીનામા બાદ ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી 
  • રાજ્યપાલ ભાજપને સરકાર રચવા માટે આમંત્રણ આપી શકે 
  • ભાજપ સાથે શિવસેનાના 39 બળવાખોરનો ટેકો છે 
  • જો ભાજપને આમંત્રણ મળે તો નવેસરથી ફ્લોર ટેસ્ટ થાય 
  • બીજી બાજુ શિવસેનાના બળવાખોર ધારાસભ્યનો કેસ સુપ્રિમમાં પેન્ડીંગ છે 
  • ડેપ્યુટી સ્પિકરે શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા છે 
  • 11 જૂલાઇએ સુપ્રિમ કોર્ટ બળવાખોર ધારાસભ્ય પર સુનાવણી કરશે
  • આ બધા વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યપાલનો નિર્ણય મહત્વનો છે

ઉદ્ધવ ઠાકરેની 20 મોટી ભૂલો

  1. ઠાકરે પરિવારમાંથી અગાઉ કોઇ મુખ્યમંત્રી ન હતું
  2. બાળાસાહેબે ક્યારેય સત્તા પોતાના હાથોમાં રાખી ન હતી
  3. કિંગ નહીં પણ કિંગ મેકર બનીને રાજકારણમાં પોતાનું મહત્વ હંમેશા વધારે રાખ્યું
  4. ઉદ્ધવ ઠાકરેના CM પદ સંભાળવા પાછળ ખુરશીનો મોહ સ્પષ્ટ દેખાયો
  5. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ મોટી ભૂલ વિચારધારાને પડતી મુકીને ગઠબંધન કર્યુ
  6. શિવસેનાની વિચારધારા હિન્દુત્વનું રહ્યું,જે ભાજપ સાથે તાલમેલ ધરાવે છે
  7. બાળાસાહેબની શિવસેનાનું ગઠબંધન ભાજપ સાથે રહ્યું 
  8. 2019ની ચૂંટણી પણ બંનેએ સાથે લડી
  9. પરિણામ આવ્યા બાદ ખુરશી પદને લઇને વિવાદ થયો
  10. ઉદ્ધવ ઠાકરે NCP અને કોંગ્રેસ સાથે જોડાયા 
  11. ઉદ્ધવના આ નિર્ણયને કારણે શિવસૈનિકોથી ભાવનાત્મક દૂર થયા
  12. રાજકીય નિષ્ણાંતોના મતે હિન્દુત્વ તેમના પક્ષની ઓળખ રહી છે
  13. હિન્દુત્વથી અંતર વધારી ઉદ્ધવ ઠાકરે પોતાન મૂળ સિદ્ધાંતથી ભટકી ગયા 
  14. ઉદ્ધવ ઠાકરે પર બંધ બારણાની રાજનીતિના આરોપ લાગ્યા 
  15. ઉદ્ધવ ઠાકરેએ પોતાના ધારાસભ્યોને મળવાનું છોડી દીધું
  16. પાર્ટીમાં નેતાઓ અને ધારાસભ્યોથી અંતર વધ્યું
  17. શિવસેનામાં આટલો મોટો બળવો થયો તો પણ ઉદ્ધવ ઠાકરેને અણસાર ન આવ્યો?
  18. સવાલ એ પણ છે કે ઉદ્ધવ ઠાકરેએ આ બળવાને ગંભીર રીતે કેમ ન લીધો?
  19. શિવસેનાની અંદરની આટલી મોટી હલચલનો અણસાર ન આવવો તે મોટી ભૂલ બની
  20. ઉદ્ધવ ઠાકરે ધારાસભ્યોને મનાવવાના પ્રયત્નોમાં પણ કાચા પડ્યા

ઉદ્ધવ ઠાકરેની મહત્વની વાત 

ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લાઈવ આવીને કહ્યું કે મને મહારાષ્ટ્રની શાંતિ ડહોળવાની ઈચ્છા નથી. શિંદે જૂથને લઈને નિવેદન આપતા કહ્યું કે તમારે તમારી વાતને યોગ્ય રીતે રાખવાની જરૂર હતી. જેઓ દગો આપશે તેવું લાગતું હતું તેઓ સાથે જ રહ્યાં. તેમને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી અને NCPના ચીફ શરદ પવારનો આભાર વ્યક્ત કર્યો. વધુમાં જણાવ્યું કે આખા દેશમાં જુદી જુદી જગ્યાએ તોફાનો થયા પરંતુ મહારાષ્ટ્રમાં ન થયા. તેવું ઉદ્ધવે જણાવ્યું હતું. શિવસેના અમારી પાસેથી કોઈ છીનવી નહી શકે, મારી પાસે જે શિવસૈનિકો છે એમને મજબૂત બનાવીશ તેવું ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.

  • સારા કામને નજર ખુબ જલદી લાગી જાય છે
  • ઔરંગાબાદને સંભાજીનગરનું નવું નામ આપ્યુ
  • હું કોંગ્રેસ અને NCPને ધન્યવાદ  આપુ છું
  • સોનિયા ગાંધી અને શરદ પવારનો આભાર માનુ છું
  • અત્યાર સુધી અમારી સરકારે બધુ સારૂ જ કર્યુ
  • અમે ખેડૂતોના દેવા માફ કર્યા
  • જે લોકો મોટા થયા એ અમને ભુલ્યા
  • શિવસૈનિકો આવીને કહે છે કે અમે તમારી સાથે છીએ
  • અમે જેમને કંઈક આપ્યુ એ અમારાથી નારાજ
  • જેમને પક્ષથી કઈ નથી મળ્યું એ હજુ અમારી સાથે 
  • હું રાજ્યપાલનો આભાર માનુ છું કે તેમણે પત્ર મળ્યા પછી તરત નિર્ણય લીધો
  • ફ્લોર ટેસ્ટના એક પત્ર પર તાત્કાલિક કામ થવા લાગ્યું
  • મને કોંગ્રેસ અને NCPના નેતાઓએ કહ્યું અમે સરકાર બહાર નિકળી જઈએ છીએ
  • મને કોંગ્રેસના મંત્રીઓએ કહ્યુ કે અમે પદ છોડવા તૈયાર
  • સુરત કે ગુવાહાટી ગયા વગર મારી સામે આવીને નારાજગી વ્યક્ત કરવાની જરૂર હતી?
  • આજે પણ હું તમારી ભાવનાનો આદર કરવા માગુ છું
  • મેં હંમેશાથી તમને પોતાના જ માન્યા છે
  • બળવાખોરોને નારાજગી કઈ વાતની છે એ ખબર નથી પડતી ?
  • તમે મારી પાસે આવીને વાત કેમ ન કરી ?
  • આ બધુ કરવાનો શું મતલબ છે?
  • મને ફ્લોરટેસ્ટથી કોઈ મતલબ નથી
  • કોની પાસે કેટલા લોકો છે એનાથી મને કોઈ મતલબ નથી
  • તમે જેની સાથે જવાના છો એ કદાચ બહુમત સાબિત પણ કરી દેશે
  • જેમને શિવસૈનિકોએ મોટા કર્યા એમની સાથે દગો થયો: ઠાકરે
  • મને મુખ્યમંત્રી પદ છોડવાનુ કોઈ દુઃખ નથી
  • હું મુખ્યમંત્રી પદનો ત્યાગ કરૂ છું
  • મને મહારાષ્ટ્રની શાંતિ ડહોળવાની ઈચ્છા નથી
  • આખા દેશમાં જુદી જુદી જગ્યાએ તોફાનો થયા મહારાષ્ટ્રમાં ન થયા
  • આ બધુ જે થયુ એ અપેક્ષિત ન હતુ 
  • હું ફરી આવીશ
  • હું હવેથી શિવસેના ભવન જઈશ
  • શિવસેના અમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે
  • હું વિધાનસભા પરિષદમાંથી પણ રાજીનામુ આપી રહ્યો છું
  • મને જ્યા જવાનું જ ન હતુ ત્યાં હું ગયો
  • મારી પાસે જે શિવસૈનિકો છે એમને મજબૂત બનાવીશ

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Political Crisis Uddhav Thackeray Vtv Exclusive ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર શિવસેના Maharashtra Political Crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ