ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / uddhav thackeray remobed maharashtra cm eknath shinde from all charges and posts in party

BIG NEWS / મહારાષ્ટ્રનાં નવા CM એકનાથ શિંદે પર પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લીધા એક્શન, શિવસેનામાં તમામ પદેથી દૂર કર્યા

Published By: Mayur

Last Updated: 09:13 AM, 2 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં નવી સરકારના શપથ બાદ હવે Uddhav Thackeray એ નવા CM Eknath Shinde વિરુદ્ધ પગલાં લીધા છે.

ADVERTISEMENT

  • ગઈકાલે એકનાથ શિંદે બન્યા નવા CM
  • ઉદ્ધવ ઠાકરેએ લીધા એક્શન 
  • ઉદ્ધવ ઠાકરેએ શિંદેને શિવસેનાનાં તમામ પદેથી હટાવ્યા

નવી સરકારના શપથ

મહારાષ્ટ્રમાં નવી સરકારના શપથ લીધા બાદ શિવસેના હવે તેના 39 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.

શિવસેનાએ પોતાની અરજીમાં એકનાથ શિંદેને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. તો બીજી તરફ  3 જુલાઈથી મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર યોજાશે. સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે.

ઠાકરેએ શિંદેને પાર્ટીના તમામ હોદ્દા પરથી હટાવ્યા
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે એકનાથ શિંદે પર મોટી કાર્યવાહી કરી હતી. તેમણે શિંદેને શિવસેનાના તમામ હોદ્દા પરથી હટાવ્યા હતા. તેનું કારણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

શિંદેએ આગલા દિવસે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમની સાથે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે પણ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જો કે, ઉદ્ધવ ઠાકરેના આ નિર્ણયને શિંદેના દાવાઓ પર હુમલો ગણાવવામાં આવી રહ્યો છે, જેના દ્વારા તેઓ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના વારસા પર દાવો કરી રહ્યા છે.

ફડણવીસે ભાજપના નેતાઓ સાથે કરી મહત્વની બેઠક
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં ભાજપ મહારાષ્ટ્રના સાંસદો, ધારાસભ્યો અને MLC સાથે બેઠક કરી હતી. આ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન, પ્રવીણ દરેકર, ચંદ્રશેખર બાવનકુલે, આશિષ શેલાર, રાહુલ નાર્વેકર અને અન્ય નેતાઓ પણ હાજર હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Eknath Shinde Gujarati News Uddhav Thackeray maharashtra politics મહારાષ્ટ્ર Maharashtra Politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ