બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / uddhav thackeray jabs on raj thackeray says munnabhai thinks himself balasaheb by wearing shawl
ADVERTISEMENT
શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે અને MNS પ્રમુખ રાજ ઠાકરે વચ્ચેની ખેંચતાણ આજકાલ અલગ લેવલે જ વધી રહી છે.
રાજ ઠાકરે પર કટાક્ષ
ADVERTISEMENT
લાઉડસ્પીકર વિવાદ બાદ ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરે પર કટાક્ષ કર્યો હતો. સીએમએ કહ્યું હતું કે, 'એક મુન્નાભાઈ શાલ પહેરીને પોતાને બાલ ઠાકરે માને છે.'
ઉદ્ધવ ઠાકરેએ શનિવારે BKC મેદાનમાં રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમનું નિશાન મુખ્યત્વે રાજ ઠાકરે હતા, જેમણે રાજ્યમાં લાઉડ સ્પીકર વિવાદ પર ઉદ્ધવ સરકારની ઉગ્ર ઝાટકણી કાઢી હતી. ભાઈ રાજ ઠાકરે પર કટાક્ષ કરતા સીએમ ઉદ્ધવે કહ્યું, 'લગે રહો મુન્નાભાઈ'.
ADVERTISEMENT

મનસેના કાર્યકરો રાજને 'હિન્દુ જનનાયક' માને છ
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રની મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાની માંગ અને તેના વિરુદ્ધ આંદોલન બાદ MNS કાર્યકર્તાઓએ રાજ ઠાકરેને 'હિંદુ જનનાયક' માનવા માંડ્યા છે. રાજ ઠાકરેએ એક સમાન નાગરિક સંહિતા લાગુ કરવા અને દેશમાં વસ્તી નિયંત્રણ કાયદો લાવવાના કેન્દ્ર સરકારના ઈરાદાને પણ સમર્થન આપ્યું છે.
ADVERTISEMENT
ઘણા મુન્નાભાઈ ફરતા હોય છે
'લગે રહો મુન્નાભાઈ' ફિલ્મનો ઉલ્લેખ કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અભિનેતા (સંજય દત્ત) આ ફિલ્મમાં મહાત્મા ગાંધીને જોવે છે. મુન્નાભાઈ વિચારવાનું શરૂ કરે છે કે તેઓ મહાત્મા ગાંધી સાથે વાતચીત કરી રહ્યા છે, પરંતુ ફિલ્મના અંતે ખબર પડે છે કે તે તો ખરેખર 'કેમિકલ લોચા'નો કેસ છે. અમારે અહીં ઘણા મુન્નાભાઈ પણ છે, જેઓ ફરતા હોય છે.
રાજ ઠાકરેનું નામ લીધા વિના સીએમ ઠાકરેએ કહ્યું કે અમારી પાસે પણ આવો જ એક કેસ છે. અહીં મુન્નાભાઈ પોતાને બાળાસાહેબ ઠાકરે માને છે. શાલ પહેરે છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે હનુમાન જયંતિ પર મહા આરતી કરતી વખતે કેસરી શાલ પહેરેલા રાજ ઠાકરેની આજે ઉદ્ધવ ઠાકરેએ ઝાટકણી કાઢી હતી. સ્વ. બાળ ઠાકરેને હિન્દુ હ્રદય સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. રેલીમાં CM Thackeray એ પણ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે 2017 થી 2022 વચ્ચે બે કરોડ લોકોએ નોકરી ગુમાવી છે. તમામ રાજકીય પક્ષોએ આ હકીકતની નોંધ લેવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.