બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / Uddhav thackeray eknath shinde reconciliation shiv sena maharashtra

મહારાષ્ટ્ર / 'અભિમાન છોડો, ફડણવીસની મદદથી એકનાથ સાથે સમાધાન કરી લો', શિવસેનાના 4 સાંસદોની ઉદ્ધવને સલાહ

Published By: Hiren

Last Updated: 11:48 PM, 3 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને ભાજપની સાથે સરકાર બનાવવામાં સફળતા તો મેળવી લીધી છે, પરંતુ હવે નવી ચર્ચા એ વાતને લઇને શરૂ થઇ ગઈ છે કે શિવસેનાની કમાન અને સિમ્બોલ કોની પાસે રહેશે.

  • મહારાષ્ટ્રના રાજકારણ અંગે  મોટા સમાચાર
  • ફડણવીસ દ્વારા આગળ વધવાની સલાહ
  • ઉદ્ધવ જૂથને BMC ચૂંટણીની ચિંતા

આમ તો મુખ્યમંત્રી એકનાથ શિંદે ગુવાહાટીમાં બળવા દરમિયાન અનેક વખત કહી ચૂક્યા છે કે તેઓ અસલી શિવસેનાને લીડ કરી રહ્યા છે, પરંતુ જોકે આ લડાઈ કોઈ કાયદાકીય મોડ પર નથી પહોંચી. આ વચ્ચે સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ઉદ્ધવનો સાથ આપનારા સાંસદોને હવે પાર્ટીના અસ્તિત્વ અને સિમ્બોલની ચિંતા સતાવવા લાગી છે.

ફડણવીસ દ્વારા આગળ વધવાની સલાહ
સૂત્રોનું માનીએ તો શિવસેનાના 4 સાંસદોએ ઉદ્ધવથી પોતાના અભિમાન છોડીને શિંદેની સાથે સમાધાન કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, સલાહની સમગ્ર પ્રક્રિયા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા આગળ વધી શકાય છે.

ઉદ્ધવ જૂથને BMC ચૂંટણીની ચિંતા
જોકે, ટુંક સમયમાં જ મુંબઈમાં બીએમસીની ચૂંટણી થવાની છે. તેવામાં શિવસેનાના બન્ને જૂથ એક જ ચૂંટણી ચિહ્નની સાથે મેદાનમાં ઉતરી શકે છે. જો આવું થાય છે તો કેસ કોર્ટમાં ચાલ્યો જશે અને કોર્ટમાં કોઈ એક જૂથને હાર મળશે.

સહમતિ બનાવવામાં લાગી શકે છે સમય
વાતચીતની વકાલત કરનારા શિવસેનાના સાંસદોનું માનવું છે કે સમાધાન કરવામાં જ બન્ને પક્ષોની ભલાઈ હશે. ઉદ્ધવ માટે સમાધાનના રસ્તાને કંઇ આ રીતે જોવામાં આવી શકે છે કે, શિવસેનાના બ્રાન્ડને બચાવવા માટે આગળ આવે છે. ત્યારે, શિંદે ભવિષ્યમાં સંભવિત નેગેટિવ કાયદાકીય પરિણામના ખતરાથી બચી શકે છે. જોકે, સૂત્રોનું માનીએ તો તેના પર ઉદ્ધવ અને શિંદે શું વલણ અપનાવે છે. આ પણ હજુ સ્પષ્ટ નથી. જો નિર્ણય પર સહમતિ બને પણ છે તો સમય લાગી શકે છે.

શું સામે આવી સમાધાનની વાત?
જોકે, દેવેન્દ્ર ફડણવીસે આવતીકાલે ધારાસભ્યોને સંબોધિત કરતા કહ્યું હતું કે, અમે થોડીવાર માટે અલગ થઇ ગયા, પરંતુ એવું લાગે છે કે આપણે ફરી એક સાથે આવી ગયા છીએ. હિન્દુત્વના મતની વહેંચણી ન થવી જોઈએ. બન્નેને સાથે આવવાનો અંદાજ એટલા માટે પણ લગાવી શકાય છે કારણ કે 2018માં પણ શિવસેનાના એક પ્રસ્તાવને પાસ કરાયો હતો કે તેઓ 2019ની ચૂંટણી એકલા લડશે, પરંતુ તેમ છતા બન્ને પક્ષોને અંતે લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન કરી લેવાયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Eknath Shinde Uddhav Thackeray ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે Maharashtra Political Crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ