બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 10:00 AM, 14 October 2019
ADVERTISEMENT
60 વર્ષનું આ વિનાશક વાવાઝોડું
વાવાઝોડા અને પૂરની સ્થિતિના કારણે નદીઓમાં પાણી ભરાઈ જવાની સાથે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. મળતી માહિતી અનુસાર હાલ સુધી 175 લોકો ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યામાં પણ સતત વધારે થઈ રહ્યો છે. ઈબારાકી પરફેક્ચરના સુકુબામિરાઈમાં 4200 ઘર, ગુનમા પરફેક્ટરના કાનરામાં 1200 ઘર અને કાનગાવા પરફેક્ટર પૂરની સ્થિતિ જોવા મળી છે. છેલ્લા 60 વર્ષનું આ વિનાશક વાવાઝોડું છે.
ADVERTISEMENT
#JAPAN: At least 33 killed, 19 missing and 166 injured after #TyphoonHagibis tears through country, #flooding rivers and submerging cities. NHK reports 26 killed, 175 injured so far. https://t.co/9C4U2bAwgF
— GOATY'S NEWS (UK)🇬🇧🇪🇺 (@Goatys_News) October 13, 2019
રેસ્ક્યૂમાં 1 લાખ લોકો જોડાયાં
જાપાનના હવામાન વિભાગ અનુસાર આ 6 દાયકામાં સૌથી વિનાશકારી વાવાઝોડું છે. પૂરમાં ફસાયેલા લોકોના રેસ્ક્યૂ માટે 1 લાખ લોકો જોડાયા છે જેમાં 31 હજાર સૈનિકો પણ છે. 1.50 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જ્યારે 1.35 લાખ લોકોને શેલ્ટર હોમમાં પહોંચાડાયા હતા. 73 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.
આ કારણે નામ પડ્યું 'હગીબિસ'
'હગીબિસ' વાવાઝોડાની અસરને કારણે ટોક્યોની રાજધાનીનું આકાશ ગુલાબી અને જાંબલી થઈ ગયું છે. ફિલિપાઇન્સે આ તોફાનનું નામ હગીબિસ રાખ્યું છે. ત્યાંની ભાષામાં તેનો અર્થ ગતિ છે.
73 લાખ લોકોને સલામત સ્થળે પહોંચાડાયા
નોંધનીય છે કે, તંત્રએ લગભગ 73 લાખ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા છે. 1930 ફ્લાઈટ રદ કરી દેવાઈ છે. વાવાઝોડાની દહેશતને પગલે રગ્બી વિશ્વકપ અને ગ્રાન્ડ પિક્સ ટુર્નામેન્ટ મુલતવી કરી દેવાઈ છે. ચિબા જિલ્લામાં એકનું મોત થયું છે. 36 હજાર ઘરોને નુકસાન પહોંચ્યું છે. ટોકિયો, ચિબા અને કનાગવામાં ભારે વરસાદ થઇ રહ્યો છે.
ઇમરજન્સી પર સેવાઓ હાઇ એલર્ટ
જાપાનના વડા પ્રધાન શિંઝો આબેએ લોકોને જાગૃત રહેવાની અપીલ કરી છે. સરકારે કટોકટી સેવાઓ ઉચ્ચ ચેતવણી પર મુકી છે. જાપાનમાં રગ્બી વર્લ્ડ કપની તમામ મેચ રદ કરવામાં આવી છે અને ખેલાડીઓ પરત મોકલી દેવાયા છે.
તટીય વિસ્તારો કરાવાયા ખાલી
જાપાનની સરકારે પૂર અને ભૂસ્ખલનની આશંકા જોતા તટીય વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. તમામ હવાઇ સેવા સ્થગિત કરવામાં આવી છે. જાપાની કંપનીઓએ 1929 આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ઉડાન રદ્દ કરવામાં આવી છે. રેલવે નેટવર્કને પણ બંધ કરવામાં આવેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.