બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Two Sagaritas of the inter-state Chickligar gang were arrested

સુરત / એક ગેંગ અને 93 ગુનાઓને અંજામ: આખા દેશમાં કરતાં ચોરી અને લૂંટફાટ, ફિલ્મી સ્ટાઈલમાં થઈ ધરપકડ

Dinesh

Last Updated: 06:21 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિવિધ રાજ્યના અલગ અલગ શહેરોમાં ઘરફોડ, ધાડ-લૂંટ, ચોરી સહિત પોલીસ પર હુમલા જેવા ગંભીર પ્રકારમાં 93 ગુનામાં સંડોવાયેલ આંતર-રાજ્ય ચીકલીગર ગેંગની ખટોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

  • આંતર-રાજ્ય ચીકલીગર ગેંગના બે સાગરીતો ઝડપાયા
  • ગેંગની પુછપરછમાં પાંચ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયા
  • ઘરફોડ ચોરીની તપાસ દરમ્યાન સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા 


ઘરફોડ ચોરી, લૂંટ, હત્યાનો પ્રયાસ, અપહરણ છેડતી, પોલીસ પર હુમલો જેવા 93 જેટલા ગુનામાં સંડોવાયેલ આંતર-રાજ્ય ચીકલીગર ગેંગના બે સાગરીતોની સુરતના ખટોદરા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ધરપકડ કરી છે. ગેંગની પુછપરછમાં પાંચ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાઇ ગયાં છે. જ્યારે આંતર-રાજ્ય ગેંગ પાસેથી પોલીસે ઘરફોડ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા સાધનો, ચોરીની મોટર સાયકલ, રોકડ રકમ અને સોના-ચાંદીના ઘરેણાં સહિત 10.16 લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

આરોપી

બંને આરોપીઓની ધરપકડ કરી પુછપરછ હાથ ધરવામાં આવી 
મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત અને રાજ્યના અલગ અલગ શહેરોમાં ઘરફોડ, ધાડ-લૂંટ, ચોરી,હત્યાનો પ્રયાસ,અપહરણ સહિત પોલીસ પર હુમલા જેવા ગંભીર પ્રકારમાં 93 ગુનામાં સંડોવાયેલ આંતર-રાજ્ય ચીકલીગર ગેંગની ખટોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ખટોદરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,ખટોદરા પોલીસને માહિતી મળી હતી કે,અલગ અલગ રાજ્યોમાં ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલ ચીકલીગર ગેંગના બે સાગરીતો ચોરીના સોના-ચાંદીના ઘરેણાં વેચવા માટે ફરી રહ્યા છે.જે આરોપીઓ ખટોદરા વિસ્તારમાં આવેલ ગાંધી કુટીર ખાડીના પ્લાન્ટ નજીકથી વગર નમ્બર પ્લેટની મોટર સાયકલ લઈ પસાર થવાના છે. જે માહિતીના આધારે ખટોદરા પોલીસની ટીમે વોચ ગોઠવી હતી.આ સમયે વગર નંબર પ્લેટની મોટર સાયકલ લઈ પસાર થઈ રહેલા બંને શખ્સોને પોલીસે ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં પોલીસને જોઈ આરોપીઓએ પોતાની પાસે રહેલ મોટર સાયકલ પુરઝડપ હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં ખટોદરા પોલીસે આરોપીઓનો ફિલ્મી ઢબે પીછો કરતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી.જે ઘટનામાં બે પૈકીના એકને હાથના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા થતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.જ્યારે અન્ય એક આરોપીને માત્ર નાની-મોટી ઇજા થતાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને પણ ડિશચાર્જ આપી દેવામાં આવ્યો હતો.જે બાદ બંને આરોપીઓની ધરપકડ કરી પુછપરછ હાથ ધરવામાં આવી હતી.આરોપીઓ પાસેથી પોલીસે ઘરફોડ ચોરીના વપરાતા સાધનો, મોટર સાયકલ,રોકડા રૂપિયા,સોના-ચાંદીના ઘરેણાં સહિત કુલ 10.16 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આરોપીઓ રિમાન્ડ મેળવવાની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરતના ખટોદરા વિસ્તારમાં અલગ અલગ દિવસો દરમ્યાન થયેલ ઘરફોડ ચોરીના બનાવો બન્યા હતા.જે ઘરફોડ ચોરીની તપાસ દરમ્યાન સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જે ફૂટેજમાં પણ કેટલાક શખ્સો કેદ થયા હતા.જે સીસીટીવી ફૂટેજમાં પણ આરોપીઓ ચીકલીગર ગેંગના સાગરીતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેથી હાલ ઝડપાયેલા આંતર-રાજ્ય ચીકલીગર ગેંગના બંને સાગરીતોની પુછપરછ કરતા ખટોદરા, ઉધના, સહિત શહેર પોલીસ ચોપડે નોંધાયેલ પાંચ જેટલા ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા હતા.આરોપીઓ ગુનાને અંજામ આપવા મળસ્કેના ચાર વાગ્યાનો સમય જ વધુ પસંદ કરતાં હતાં.જ્યાં મળસ્કેના સમય દરમ્યાન બંધ મકાનોના નકુચા પોતાની પાસે રહેલા સાધનો વડે સિફતપૂર્વક તોડી નાખતા હતા. જે બાદ પોતાના ગુનાને અંજામ આપી ફરાર થઇ જતા હતા. આરોપીઓએ અન્ય ગુનાને પણ અંજામ આપ્યો હોવાની  શકયતા રહેલી છે.જ્યા ગેંગના અન્ય સાગરીતોની પણ સંડોવણી હોવાની શકયતા પોલીસે વ્યક્ત કરી છે. જ્યાં આરોપીઓ રિમાન્ડ મેળવવાની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વર્ષ 2015માં આરોપીને બે વર્ષ માટે તડીપાર પણ કરવામાં આવ્યો હતાં
પોલીસ તપાસમાં આરોપી રાહુલ ઉર્ફે પંડિતસિંહ ઉર્ફે ધર્મસિંહ બાદલ બંજારા સુરતના ભેસ્તાન આવાસનો રહેવાસી છે. જે આરોપી વિરુદ્ધ અગાઉ અજમેર જિલ્લાના પાલી અને બીડ જિલ્લાના મળી કુલ 67 જેટલા ગુનામાં આરોપી ઝડપાઈ ચુક્યો છે. જેમાં છેડતી, પોલીસ પર હુમલો, ઘરફોડ, લૂંટ, હત્યાનો પ્રયાસ જેવા ગંભીર ગુનામાં આરોપીની અગાઉ પોલીસ દ્વારા ધરપકડ થઈ ચૂકી છે. ઉપરાંત આરોપી રાહુલ બંજારા સામે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ ક્રાઇમ હેઠળ પણ કાર્યવાહી થઈ ચૂકી છે. જ્યારે અન્ય એક આરોપી અર્જુનસિંગ બચ્ચનસિંગ ચીકલીગર ગુજરાત અને રાજસ્થાનના  અલગ અલગ શહેરોમાં આવેલ કુલ 25 પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનામાં અગાઉ ઝડપાઇ ચુકયો છે. એટલું જ નહીં પરંતુ સુરત શહેરમાંથી વર્ષ 2015માં આરોપીને બે વર્ષ માટે તડીપાર પણ કરવામાં આવ્યો હતો.

બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે
અત્રે ઉલ્લેખનીય ચીકલીગર ગેંગના આ બંને સાગરીતો વિરુદ્ધ જ 93 જેટલા ગંભીર પ્રકારના ગુના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહીત અન્ય રાજ્યોના પોલીસ મથકોમાં નોંધાઇ ચુક્યા છે. જે ગુનામાં પણ આરોપીઓ સજા ભોગવી આવ્યા છે. ઝડપાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે. જે ગુનેગારો ઘરફોડ ચોરી જેવા ગુનાઓને અંજામ આપવામાં માસ્ટરી ધરાવે છે. સુરતની ખટોદરા પોલીસને હાલ તો ફિલ્મી ઢબે કુખ્યાત આ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જ્યાં અન્ય આરોપીઓની પણ સંડોવણીની આશંકાના પગલે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ