બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વિશ્વ / અમદાવાદ / Two Gujarati youth drown in New Zealand sea, Patidar and Jain youth die

દુર્ઘટના / ન્યુઝીલેન્ડના દરિયામાં બે ગુજરાતી યુવકો ડૂબ્યા, પાટીદાર અને જૈન યુવકનું મૃત્યું

Vishal Khamar

Last Updated: 04:23 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુઝીલેન્ડ ખાતે રહેતા ગુજરાતના અમદાવાદના બે યુવકો ઓકલેન્ડના પીહા બીચ પર ડૂબવાથી મોત નિપજ્યું હતું. આ સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

  • પીહાના બીચ પર બે ગુજરાતી યુવકોએ ગુમાવ્યો જીવ
  • ગુજરાતના અમદાવાદના વતની હતા બંને યુવકો
  • બંને યુવકોને તરતા નહીં આવડતું હોવાથી ડૂબ્યા

 ઓકલેન્ડના પીહા બીચ પર બે ગુજરાતી યુવકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે. આ બંને યુવકોને તરતા નહીં આવડતું હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું.  ભારતીય હાઈ કમિશનના સેકન્ડ સેક્રેટરી દુર્ગાદાસે ઓકલેન્ડના સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આ બંને યુવકોના નામ સૌરિન નયનકુમાર પટેલ અને અંશુ હતા જેઓ બંને અમદાવાદની વતની હતા.

બંને યુવકો પાસે ન્યુઝીલેન્ડના વર્કવિઝા હતા
ઈલેકટ્રીકલ એન્જિનિયર નયન પટેલ ઓગસ્ટ મહિનામાં જ ન્યુઝીલેન્ડ આવ્યા હતા જ્યારે નવેમ્બરમાં આવેલા અંશુ શાહ ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે નોકરી કરતાં હતા.  આ બંને યુવકો રૂમમેટ હતા અને બંને પાસે ન્યુઝીલેન્ડના વર્ક વિઝા હતા. ઓકલેન્ડના પીહા બીચ પર પહોંચેલા બંને યુવકોએ દરિયામાં ઝંપલાવ્યું હતું જ્યાં તેમના મોત થયા હતા. યુનાઈટેડ નોર્થ પીહા સર્ફ લાઈફસેવીંગ કલબના પ્રેસિડેન્ટ રોબર્ટ ફર્ગ્યુસને આ ઘટના કેવી રીતે બની અને બચાવવા માટે શું કરાયું તેની તલસ્પર્શી માહિત આપી હતી.

30 મિનિટમાં જ જીવ ગુમાવ્યો 
રોબર્ટે ફર્ગ્યુસને તેમના સાથી લાઈફગાર્ડ અને સ્થાનિક લોકોની સરાહના કરી હતી કે કેવી રીતે આ બંને યુવકોને બચાવવા માટે પ્રયાસ કરાયો હતો. જો કે બંને યુવકોએ પીહા બીચ પર પહોચ્યાના 30 મિનિટમાં જ જીવન ખોઈ દીધું હતું.
આ ઘટનાથી લોકો આઘાતમાં છે
આ ઘટનાથી તમામ લોકો હતપ્રભ છે, કારણ કે બચાવવાના અનેક પ્રયાસ બાદ પણ આ કરુણાંતિક ઘટી છે.  અમે બંને યુવકોને ઓકલેન્ડના પશ્ચિમ કાંઠાના દરિયાથી બહાર કાઢવામાં સફળ રહ્યા હતા પરંતુ આ બંને યુવકો ત્યાં સુધી બેભાન અવસ્થામાં પહોંચી ગયા હતા. તેમને ફરી ભાનમાં લાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. આ ઘટના બાદ અમારા બચાવ દળની ટીમમાંથી કોઈ રાત્રે સુઈ શક્યું નહોતું. અમે દર વર્ષે સેંકડો લોકોને ડૂબવાથી બચાવીએ છીએ અને ખતરનાક જગ્યાઓથી તરવાથી અજાણ્યા લોકોને અટકાવીએ પણ છીએ. પરંતુ આ પ્રકારે બે યુવકોના મોત અમારા માટે ઘણા દુખદાયી છે.

કેવી રીતે બની ઘટના 
તે દિવસે સ્વૈચ્છીક રીતે સેવા આપતા બચાવ દળના સભ્યો પેટ્રોલીંગ પૂરું કરી પરત ફરી રહ્યા હતા ત્યારે જ વોચ ટાવર પરથી એક સભ્યએ નદીના મુખ પાસે આવેલા લાઈન રોક નામની જગ્યા પરથી 2 લોકોને પાણીમાં ઉતરતા જોયા હતા. સભ્યએ ખતરનાક જગ્યાએથી લોકોને તરતા અટકાવવા માટે તુરંત જ પેટ્રોલ ટુકડીના કેપ્ટનને નિર્દેશ આપ્યો હતો.  આ બંને યુવકોને તે જગ્યાએ તરતા અટકાવવા અને કાળજી રાખવાનું કહેવા એક ટીમ મોકલી હતી. પરંતુ અડધે રસ્તે પહોંચતા જ તેમણે જોયું કે બંને યુવકો પાણીમાં ડૂબી રહ્યા છે.

બચાવ ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી
આ સાથે જ ટીમે બચાવ કામગીરી માટે કૉલ આપી દીધો હતો જેના આધારે એ વિસ્તારમાં બોટ મોકલી દેવાઈ હતી. પરંતુ અમારા બચાવદળની ટીમ સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં અંશુ અને નયને પાણીની સપાટી પર દેખાવાનું બંધ કરી દીધું હતું. આ દરમિયાન પરિવારજનો પાસેથી તેમને ખબર પડી હતી કે બંનેમાંથી કોઈને તરતા આવડતું નથી.  અંશુ અને નયને જે જગ્યાએથી દરિયામાં પડ્યા હતા તે બીચ પરની સૌથી ખતરનાક જગ્યા માનવામાં આવે છે.


કેટલો ખતરનાક દરિયો 
પીહા બીચ પર લાયન રોક નામની જગ્યાએ દરિયો સપાટ છે એટલે કે કમર સુધી પાણી પહોચ્યા પછી બે પગલા આગળ વધવાની સાથે જ વ્યક્તિ પાણીમાં ગરકાવ થઈ જાય એટલો ઊંડો છે.  નયન અને અંશુ કમરડૂબ પાણી સુધી પહોંચ્યા પછી જેવા આગળ વધ્યા કે ઊંડા પાણીમાં પહોંચી ગયા અને ડૂબવા લાગ્યા. રેસ્ક્યુ બોટના સભ્યોએ સર્ચ શરુ કર્યું તેની થોડી જ વારમાં પ્રથમ વ્યક્તિ મળી આવ્યો જેનું મો પાણીની અંદર હતું અમે તેને બોટમાં ખેચી લીધો અને બીચ પર પહોંચ્યા જ્યાં તેને બચાવવાના પ્રયાસ શરુ કર્યા.

લગભગ 50થી વધુ લોકો ઓપરેશનમાં જોડાયા હતા
જો કે એ દરમિયાન જ પરિવારના સભ્યોએ તેમને બીજા વ્યક્તિ ક્યાં છે તેમ પૂછતાં ફરી મોટું ઓપરેશન શરુ કરાયું હતુ.. બીજી વ્યક્તિની ભાળ માટે  પાંચ રેસ્ક્યુ બોટને કામે લગાડી દેવામાં આવી હતી. આ દરમિયાન પોલીસનું હેલિકૉપ્ટર આવી પહોંચ્યું હતું. હેલિકોપ્ટરમાંથી બીજી વ્યક્તિની ભાળ મેળવી લેવાઈ હતી.  હેલિકોપ્ટરે બીચ પર જ લેન્ડીંગ કર્યું હતું તેમાંથી એક સભ્યએ તુરંત દરિયા તરફ દોડી ગયો હતો. જો કે બીજો વ્યક્તિ માત્ર ગોઠણડૂબ પાણીમાં જ તરતો મળી આવ્યો હતો.  આ બંને વ્યક્તિને બચાવવા સઘન પ્રયાસ કરાયા હતા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતુ. આ બંને ભારતીય યુવકોને બચાવવા માટે પીહા સર્ફ ક્લબ, સેંટ જોન ફર્સ્ટ રીસ્પોન્ડર્સ, પોલીસ, પેરામેડિક્સ અને સ્થાનિકોએ ખૂબ પ્રય્તનો કર્યા હતા લગભગ 50થી વધુ લોકો ઓપરેશનમાં જોડાયા હતા. 

પીહા કાર પાર્કીંગમાં કાર પાર્કિંગ કરી નયન અને અંશુએ ત્યાંથી જ બીચ પર પ્રવેશ્યા હતા.  પરંતુ તેઓએ દરિયામાં પ્રવેશ કર્યો તે જગ્યાએ જવામા બચાવ કામગીરી કરનારા લાઈફ ગાર્ડ પણ જવાની હિંમત ના કરે. મને અહી વર્ષો વીતી ગયા છે પરંતુ બીચના કેટલાક જગ્યાએ તરવાની હિંમત હું પણ નથી કરતો.  પીડિતો જ્યાં ડૂબ્યા તે સ્થળ પર હું કોઈ દિવસ જવાનું વિચારું પણ નહીં.
બેઝિક સ્વીમીંગ સ્કીલ ધરાવતા હોત તો ડૂબવાથી બચી શકત
આમ છતાં જો આ બંને વ્યક્તિઓ બેઝિક સ્વીમીંગ સ્કીલ ધરાવતા હોત તો ડૂબવાથી બચી શકતા હતા. જો તેઓ થોડો સમય સપાટી પર રહ્યા હોત તો અમે ચોક્કસ તેમને બચાવી શક્યા હોત તેમ પીહા સર્ફ લાઈફસેવીંગના પ્રેસિડેન્ટ રોબર્ટ ફર્ગ્યુસેન કહ્યું હતું. તેમણે દરિયામાં નહાવા કે તરવા જતા પૂર્વે શું સાવચેતી રાખવી જોઈએ તે પણ કહ્યું હતું. 

શું ધ્યાનમાં રાખવું ?

  • દરિયામાં નહાવા પડતાં પહેલા બીચ પર લગાવેલા ફ્લેગ અવશ્ય જુઓ
  • ફ્લેગની વચ્ચેના વિસ્તારમાં જ નહાવા પડવું જોઈએ
  • જ્યાં ફ્લેગ નથી તે દરિયાના વિસ્તારમાં નહાવા કે તરવાથી બચવું જોઈએ. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ