બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Two girls were saved in the Gamkhwar accident on Bagodara-Bavla highway

અપીલ / હે માં..! બગોદરા અકસ્માતમાં બે નાની બાળકીનો આબાદ બચાવ, રડી રડીને બાળકીઓના બેહાલ, ડૉક્ટર કંપી ઉઠયા

Vishal Khamar

Last Updated: 07:16 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માતમાં 5 મહિલા સહિત 10 લોકોનાં મોત નિપજ્યા છે. ગોઝારા અકસ્માતમાં 6 મહિનાની તેમજ 1 વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો છે. હાલ બંને બાળકીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

  • બાવળા-બગોદરા હાઇવે પર અકસ્માત
  • અકસ્માતમાં બે બાળકીનો આબાદ બચાવ
  • 2 બાળકીને સામાન્ય ઇજા
  • 6 મહિનાની અને 1 વર્ષની બાળકીનો બચાવ

બગોદરા-બાવળા હાઈવે પર સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં 10 લોકોનાં મોત નિપજ્યા છે. ત્યારે અકસ્માતમાં બે બાળકીઓનો આબાદ બચાવ થયો હતો. 6 મહિનાની અને 1 વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં બંને બાળકીઓ સતત રડી રહી છે. હોસ્પિટલનાં સ્ટાફે બાળકીઓનાં સબંધીઓને અપીલ કરી છે. બાળકીઓનાં સબંધીઓ ઝડપથી  હોસ્પિટલ પહોંચે તેવી અપીલ કરવામાં આવી છે.

અમારા સ્ટાફ દ્વારા બંને બાળીઓને સાચવવામાં આવી રહી છેઃ હોસ્પિટલ નર્સ
આ બાબતે બાળકીઓની દેખભાળ કરી રહેલ હોસ્પિટલના નર્સ દ્વારા જણાવ્યું હતું કે, જ્યારે અકસ્માતમાં ઈજા થયેલ લોકોને અહીંયા લાવવામાં આવ્યા ત્યારે તમામ લોકો સીરીયસ હતા. આ બે બાળકીઓ છે જેઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. સારવાર બાદ હાલ બંને બાળકીઓ સ્વસ્થ છે. ત્યારે અમારા સ્ટાફ દ્વારા બંને બાળકીઓને સવારથી સાચવવામાં આવી રહી છે. તેમજ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે બાળકીનાં પરિવારજનો આવે ત્યાં સુધી અમે તેમને સાચવવા પ્રયત્ન કરી રહ્યા છીએ.


એક બાળકીનાં પગે ફેક્ચર છેઃ નર્સ
ત્યારે બંને બાળકીઓને જ્યારે હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા ત્યારે તેઓને મોં પર કાચનાં કણો લાગેલા હતો. ત્યારે પ્રથમ તો બાળકીને પ્રથમ તેમનું મોં પરથી કાચનાં કણો હટાવ્યા હતા. તેમજ બાળકીનાં પગ પર ફેક્ટર છે. બંને બાળકીઓ હવે તેમનાં પરિવારજનોને યાદ કરી રહી છે.
 

મૃતકોના નામ
પ્રહલાદભાઈ મહેન્દ્રભાઈ ઝાલા 18
રાઇલીબેન માધુભાઈ ઝાલા પત્ની 40
પ્રહલાદભાઈ મહેન્દ્રભાઈ ઝાલા 18
વિશાલભાઈ હિંમતભાઈ ઝાલા 12
અભેસંગ ભેમસંગ ભાઇ સોંલકી 55
જાનકી જેસંગભાઇ સોંલકી -બાળક
વૃષ્ટિ હિમ્મતભાઈ ઝાલા 8
કાંતા બેન જુવાનસંગ ઝાલા-45
ગીતા બેન હિમ્મતભાઇ ઝાળા 35
શાંતાબેન અભેંસગ સોંલકી 50
લીલા બેન બાલાજી પરમાર -55
મૃતકો ભાથલા અને બાલાસિનોરના ગામના હોવાનું સામે આવ્યું

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ