બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Two fire officials were affected by smoke in the fire at Rajasthan Hospital in Ahmedabad

અમદાવાદ / રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગની અસર 2 ફાયર ઓફિસરોને થઈ.!, તાત્કાલિક ICUમાં દાખલ, જુઓ કેમ બન્યું આવું

Dinesh

Last Updated: 07:45 PM, 30 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગમાં બે ફાયર અધિકારીને ધુમાડાની અસર થઇ છે, પંકજ રાવલ અને સુધીર ગઢવીને હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ રખાયા છે

  • હોસ્પિટલમાં લાગેલી આગના ધુમાડાની અસર
  • ફાયરના બે ઓફિસરને થઈ ધુમાડાની અસર
  • બંને ઓફિસર હોસ્પિટલમાં સારવાર હેઠળ 


અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આજે વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 100થી વધુ દર્દીઓને ઓસવાલ ભવનમાં શિફ્ટ કરાયા હતા. જે આગની ઘટનાને પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવવા પ્રેયાસો હાથ ધર્યા હતા. હોસ્પિટલમાં લાગેલી આગમાં બે ફાયર અધિકારીને ધુમાડાની અસર થઇ છે અને જેમને સારવાર માટે હોસ્પિટલ ખેસડાયા છે. 

ફાયર ઓફિસર

ધુમાડો શ્વાસ મારફતે અંદર જતા થઈ અસર
અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગમાં બે ફાયર અધિકારીને ધુમાડાની અસર થઇ છે. જ્યારે હોસ્પિટલમાં આગ લાગી હતી ત્યારે બંને અધિકારી આગ અને ધુમાડાની અસહ્ય ગરમી વચ્ચે પ્રથમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન શ્વાસ મારફતે આગનો ધુમાડો અંદર પ્રવેશતા અસર થઈ છે. ફાયર ઓફિસર પંકજ રાવલ અને સુધીર ગઢવીને ધુમાડાની અસર થતા હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ રખાયા છે.

અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફિન હસને સહિતના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. MLA કૌશિર જૈન પણ હોસ્પિટલા ખાતે દોડી આવ્યા હતા. 

'આખું બિલ્ડીંગ લાકડાથી બનાવેલું'
અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ મામલે ફાયર અધિકારી મિથુન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, રાજસ્થાન હોસ્પિટલની દિવાલો લાકડાની બનેલી છે. હોસ્પિટલની દિવાલો લાકડાથી કવર કરાયેલી છે. હોસ્પિટલમાં જો આગ વધુ પ્રસરી હોત તો મોટું નુકસાન થાત. હોસ્પિટલના આખું બિલ્ડીંગ લાકડાથી બનાવેલું છે અને પાકી દિવાલ બાદ બ્યુટીફીકેશન માટે ચારે તરફ લાકડાની દીવાલ બનાવવામાં આવી છે.  જો આગ 10 મીટર વધુ પ્રસરી હોત તો લાકડાની દીવાલ ઝપેટમાં આવી જાત. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ