બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ખિલાડી કુમારને ઝટકા ઉપર ઝટકો, બે દિગ્ગજોએ અક્ષયની Upcoming ફિલ્મો છોડી, જાણો વિવાદનું કારણ
Last Updated: 03:08 PM, 22 May 2024
છેલ્લા થોડા વર્ષોથી અક્ષય કુમારનો સમાય ખરાબ ચાલી રહ્યો છે. જેમાં તેની એક બાદ એક ફિલ્મો ફ્લોપ જઈ રહી છે. સતત ફ્લોપ ફિલ્મના કારણે તેના સ્ટારડમ પર પણ અસર પડી છે. એવામાં અક્ષયની અપકમિંગ ફિલ્મોને લઈને પણ ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. જેમાં અક્ષયની ફિલ્મ રિલીઝ થાય એના પહેલા જ તેને ઝટકો લાગ્યો છે. અક્ષયની આગામી બે ફિલ્મોને બે મોટા સ્ટારે છોડી દીધી છે. જેમાં વેલકમ ટૂ જંગલમાંથી સંજય દત્ત અને હાઉસફુલ 5માંથી અનિલ કપૂર દૂર થઈ ગયા છે.
ADVERTISEMENT
સંજય દત્તે કેમ છોડી ફિલ્મ?
ADVERTISEMENT
અક્ષય કુમારે ગયા વર્ષે વેલકમ ટૂ જંગલનું એનાઉન્સ કર્યું હતું. જ્યાં તેને એક ટીઝર પણ લોન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્ત જોવા મળવાના હતા. તેમને આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. પરંતુ શૂટિંગ ડેટને લઈને સમસ્યા થતાં સંજય દત્તે ફિલ્મ છોડી દીધી છે. ફિલ્મ છોડવાનું બીજું કારણ એ પણ હતું કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં પણ ચેન્જ કરવામાં આવ્યો હતો.
અનિલ કપૂરે આ માટે છોડી ફિલ્મ
હાઉસફુલ ફિલ્મની સીરીઝ અત્યાર સુધી સુપરહીટ રહી છે. હવે તેનો પાંચમો ભાગ પણ આવવાનો છે. અક્ષય કુમારની હાઉસફુલ 5માં અનિલ કપૂર પણ મહત્ત્વના રોલમાં જોવા મળવાનો હતો, પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ અનિલ કપૂરને પૂરતી ફી નહીં મળતા તેને આ ફિલ્મ છોડી દીધી છે. અત્યારે એ જાણવા નથી મળ્યું કે, અનિલ કપૂરે કેટલી ફી માંગી હતી.
વધુ વાંચો: અલ્લુ અર્જુન પર ઓવરી ગયા ચાહકો! ઢાબા પર બેસી લીધું જમણ, દિલ જીતી લેતી તસવીર
ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બરમાં આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરાયું હતું. આ ફિલ્મ 6 જૂન 2025ના રોજ રીલિઝ થવાની છે. જેમાં લીડ એક્ટ્રેસમાં કૃતિ સેનન જોવા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી પરિણામ 2024 / ગેનીબેન ઠાકોરનું ધારાસભ્ય પદેથી રાજીનામું, હવે સંભાળશે આ મોટી જવાબદારી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી પરિણામ 2024 / ગેનીબેન ઠાકોરનું ધારાસભ્ય પદેથી રાજીનામું, હવે સંભાળશે આ મોટી જવાબદારી
ADVERTISEMENT