બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પીડિતાનો કરાવાયો હતો ગર્ભપાત
Last Updated: 08:15 AM, 16 June 2024
Khirsara Gurukul Rape Case : ઉપલેટાના ભાયાવદર પાસે આવેલા ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળના બે સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ ખીરસરા ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મની ઘટનામાં મોટો ખુલાસો થયો છે કે, દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બની હતી. આ સાથે ધરમપ્રસાદ સ્વામીએ ઈચ્છા વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. નોંધનિય છે કે, રાજકોટની મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
જેતપુર પંથકના ઉપલેટાના ભાયાવદર પાસે આવેલા ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળના બે સ્વામી સામે ફરિયાદ બાદ હડકંપ મચી ગયો છે. આ મામલે હવે સૌથી મોટી અપડેટ સામે આવી છે કે, દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી બની હતી. જેમાં ધરમપ્રસાદ સ્વામીએ હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરીયા સાથે ગર્ભપાતની દવા મોકલી પીડિત મહિલાની ઈચ્છા વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાનું ખૂલતાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
વધુ વાંચો : રાજ્યના આ વિસ્તારોમાં આજે ખાબકશે ધમધોકાર, જાણો તમારે ત્યાં ક્યારે પડશે વરસાદ?
ADVERTISEMENT
આ સાથે નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને મયુર કાસોદરીયાએ મદદગારી કરી ગુનો આચર્યો હતો. વિગતો મુજબ ફેસબૂકના માધ્યમથી યુવતી ધરમપ્રસાદ સ્વામીના સંપર્કમાં આવી હતી. જે બાદમાં યુવતીને લગ્નની લાલચ આપી ધરમપ્રસાદ સ્વામીએ દુષ્કર્મ આચર્યુ હતું. જેને લઈ હવે રાજકોટની મહિલાએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે સમગ્ર કેસને લઈ ભાયાવદર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ તેમજ પીઆઈ તપાસ હાથ ધરી છે. આ તરફ પોલીસ દ્વારા આ કેસને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
અમદાવાદ પ્લેન ક્રેશ / પ્લેન ઉપર જવાને બદલે કેમ નીચે આવ્યું? કોકપીટની અંદરથી સમજો વિમાન દુર્ઘટનાનું કારણ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT