બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સ્મોલ કેપ કંપનીના રોકાણકારો થયા માલામાલ, 33 રૂપિયાના શેરે આપ્યું 1000 ટકાથી વધુ રિટર્ન

શેરબજાર / સ્મોલ કેપ કંપનીના રોકાણકારો થયા માલામાલ, 33 રૂપિયાના શેરે આપ્યું 1000 ટકાથી વધુ રિટર્ન

Last Updated: 10:16 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂન 2019માં Hardwyn India કંપનીના શેરની કિંમત 0.50 રૂપિયા હતી. ત્યારપછી કંપનીના શેરના ભાવમાં 6592 ટકાનો વધારો જોવા મળ્યો છે

પેની સ્ટોક Hardwyn India શેરના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધારો જોવા મળ્યો છે. જૂન 2019માં કંપનીના શેરની કિંમત 0.50 રૂપિયા હતી. ત્યારપછી કંપનીના શેરના ભાવમાં 6592 ટકાનો વધારો જોવા મળ્યો છે. શુક્રવારે BSEમાં કંપનીના શેર 4.98 ટકાના ઉછાળા બાદ રૂ. 33.49ના સ્તરે પહોંચ્યા હતા. ચાલો આ પેની સ્ટોક વિશે વિગતવાર જાણીએ

share-market_15_2

આ શેરે 944%નું મજબૂત વળતર આપ્યું

આ પેની સ્ટોકના ભાવમાં 2021થી 944 ટકાનો વધારો જોવા મળ્યો છે. ત્યારે કંપનીના શેરની કિંમત 3.17 રૂપિયા હતી. જો કે છેલ્લા એક વર્ષમાં શેરના ભાવમાં 37 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં કંપનીના શેરની કિંમતમાં 18 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષના 6માંથી 4 મહિનામાં કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.

જૂન મહિનામાં 16 ટકા વધ્યો

Hardwyn Indiaનો શેર જૂન મહિનામાં અત્યાર સુધીમાં 16 ટકા વધ્યો છે. આ સાથે છેલ્લા 4 મહિનાથી ચાલી રહેલા ઘટાડા પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. આ પેની સ્ટોક મે મહિનામાં 5 ટકા, એપ્રિલમાં 9 ટકા, માર્ચમાં 24 ટકા અને ફેબ્રુઆરીમાં 1 ટકા ઘટ્યો હતો. જોકે વર્ષની શરૂઆત સારી રહી હતી. પોઝિશનલ રોકાણકારોને જાન્યુઆરી 2024માં 9 ટકાનો નફો મળ્યો હતો. 15 જાન્યુઆરી 2024ના રોજ કંપનીના શેર રૂ. 51.77ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે હતા. 5 જૂન 2024ના રોજ કંપનીના શેર 26.10 રૂપિયાના રેકોર્ડ નીચલા સ્તરે હતા. રેકોર્ડ હાઈથી 35 ટકાના ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યા છે. આ શેરે 52 સપ્તાહના નીચલા સ્તરની તુલનામાં 28 ટકાનો વધારો હાંસલ કર્યો છે.

વાંચવા જેવું: સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ બે સ્વામીઓ પર કલંક, મહિલાએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ

માર્ચ ક્વાર્ટરમાં કેટલો નફો

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો 3.29 કરોડ રૂપિયા હતો. જે ગત વર્ષ કરતા 12 ટકા ઓછું છે. તમને જણાવી દઈએ કે, એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરમાં કંપનીએ 3.73 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Hardwyn India Share Price Share Market
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ