બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / કોણ છે એ શખ્સ, જેની પર રવિના ટંડને કર્યો રૂ. 100 કરોડનો માનહાનિ કેસ, જાણો શું છે સમગ્ર ઘટના
Last Updated: 10:25 AM, 15 June 2024
રવીના ટંડને મોહસિન શેખ નામના એક શખ્સને માનહાનિ નોટિસ મોકલી છે. મોહસિન શેખ તેજ શખ્સ છે જેણે હાલમાં જ રવીનાની સાથે થયેલા રોડ રેજ કેસ વખતે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં રવીનાની સાથે ધક્કા મુક્કી થઈ હતી. ભીડમાં તેમના પર નકલી મારપીટના આરોપ લાગ્યા હતા.
ADVERTISEMENT
જોકે બાદમાં તે આખો મામલો ફઅરોડ નિકળ્યો હતો. જોકે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના બાદ રવીનાની લીગલ ટીમે અપમાનજનક કન્ટેન્ટ ફેલાવવા માટે તેમના સામે કાર્યવાહી કરી છે.
ADVERTISEMENT
100 કરોડના વળતરની માંગ
રવીના ટંડને નોટિસમાં 100 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. મોહસિન શેખના વીડિયોમાં ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે કે ઘટના વખતે રવીના નશામાં હતી. આ વિશે વાત કરતા રવીનાની વકીલ સના રઈસ ખાને કહ્યું, "કવીનાને એક ખોટા અને ઘટિયા કેસમાં ફસાવવામાં આવી રહી છે. જેના બાદમાં સીસીટીવી ફૂટેજમાં જોવામાં આવ્યું તો મામલો ક્લિયર થઈ ગયો અને કોઈ ફરિયાદ નથી નોંધવામાં આવી."
સના રઈસ ખાને આગળ કહ્યું, "એક શખ્સ (મોહસિન ખાન) જે પત્રકાર હોવાનો દાવો કરે છે, આ ઘટના વિશે એક્સ પર ખોટી જાણકારી પ્રસારિત કરી રહ્યો છે જે ફેક્ચુઅલી ખોટી અને ભ્રામક છે. ખોટી ખબરોને ફેલાવવાનો હેતુ રવીના ટંડનની ઈમેજને જાણીજોઈને ખરાબ કરવાનો છે."
વધુ વાંચો: ભૂલથી પણ શનિવારના રોજ આ ચીજવસ્તુઓનું દાન ન કરતા, નહીંતર થઇ શકે છે મોટું નુકસાન
સસ્તી પોપ્યુલારિટી માટે ખોટી ન્યૂઝ
સના રઈસ ખાને આગળ કહ્યું, "સતત આ ખોટી ન્યૂઝને ફેલાવવા પાછળનો હેતુ જબરદસ્તી વસુલી અને રવીના ટંડનની ગરિમાની કિંમત પર સસ્તી પોપ્યુલારીટી મેળવવાની ઈચ્છા છે. અમે બધા જરૂરી કાયદાકીય પગલા ઉઠાવી રહ્યા છે કે ન્યાય મળતા અને આ અપમાનજનક કામ કરનારના સામે કાર્યવાહી કરવામાં આવે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.