બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:00 AM, 16 June 2024
શેર માર્કેટ દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે અને અત્યારે તો સેન્સેક્સ 77000ને પાર તો નિફ્ટી 23500 પોઇન્ટ્સ નજીક પહોંચી ગયું છે. આ બધા વચ્ચે ઇન્ટરનેશનલ રેટિંગ એજન્સીના મૂડીઝે એવું અનુમાન લગાવ્યું છે કે સેન્સેક્સ આવનાર 12 મહિનામાં 14 ટકા વધી શકે છે.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર ભારતીય શેરબજારના રોકાણકારોને એક વર્ષમાં 14 ટકા રિટર્ન મળશે અને બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જનું સેન્સેક્સ આ દરમિયાન 82,000ને પાર જઈ શકે છે. સાથે જ એમ પણ કહેવામાં આવ્યું છે કે, 'એનડીએની સત્તામાં વાપસીને કારણે બજારમાં તેજીનો પહેલેથી જ અંદાજ હતો. સરકાર મેક્રો સ્ટેબિલિટી એટલે કે ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખી શકે છે અને બજારમાં આગામી દિવસોમાં વધુ માળખાકીય સુધારાની આશા છે.'
ADVERTISEMENT
જો આવું થયું તો આ ભારતનું અત્યાર સુધીનું સૌથી લાંબુ અને સૌથી તેજીવાળું એટલે કે બુલ માર્કેટ બની જશે, જાણીતું છે કે સેન્સેક્સ અત્યારે 77000ની આસપાસ જોવા મળી રહ્યું છે. ભારતીય શેરમાર્કેટ છેલ્લા થોડા સમયથી નવી નવી ઊંચાઈ પર જઈ રહ્યું છે. રિપોર્ટમાં એમ કહેવામાં આવ્યું છે કે હવે જોવાનું એ રહે છે કે બજારને ભૌતિક રીતે ઊંચે કેવી રીતે લઈ શકાય છે. નવી સરકારમાં નીતિગત ફેરફારોની શક્યતા છે અને આ બજારને આશ્ચર્યચકિત કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં આ દાયકો ભારતનો દાયકો હશે.
ADVERTISEMENT
સાથે જ આ રિપોર્ટમાં જુલાઈમાં આવનાર બજેટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને રોકાણકારો સરકાર પાસેથી અપેક્ષા રાખતા વિવિધ પગલાં વિશે પણ વાત કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સંભવિત ઈન્ફ્રા ખર્ચમાં વધારો થવાથી લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. તેની સામે ડિફેન્સ, ઇલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ, ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી અને હાઉસિંગ જેવા થોડા મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.