બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:33 PM, 15 June 2024
વરસાદને કારણે કેનેડા સામેની મેચ ધોવાઈ જતાં ટી 20 વર્લ્ડ કપમાં ભારતની લીગ મેચો પૂરી થઈ છે. ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમમાં મેદાનમાં ખૂબ વરસાદ પડતાં ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગે મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT
India vs Canada Group A match abandoned due to wet outfield in Lauderhillhttps://t.co/OQwgjhelsk pic.twitter.com/QcJC4G8GLp
— CrickIt (@CrickitbyHT) June 15, 2024
ભારતની લીગ સ્ટેજની મેચો પૂરી
ADVERTISEMENT
2024ની લીગ સ્ટેજમાં ભારતની આ છેલ્લી મેચ હતી. હવે 20 જુને ભારત અફઘાનિસ્તાન સામે રમશે ત્યાર બાદ 22મીએ બાંગ્લાદેશ અને 24 જૂનના રોજ સુપર-8માં છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે.
વધુ વાંચો : વિરાટ કોહલી પાસે છેલ્લી તક! T20 વર્લ્ડ કપની સુપર-8ની મેચમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધશે
પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ 7 પોઈન્ટ સાથે ટોપ
ગ્રુપ-Aના પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ 7 પોઈન્ટ સાથે ટોપ પર છે અને હવે ટોપ પર રહેશે. જ્યારે અમેરિકન ટીમ 5 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને તેણે સુપર 8માં પણ એન્ટ્રી લીધી છે. અમેરિકાએ પાકિસ્તાન અને કેનેડાને હરાવ્યું હતું, જ્યારે તે ભારતના હાથે હારી ગયું હતું. કેનેડાની ટીમ 3 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. આ પછી પાકિસ્તાન અને આયર્લેન્ડ આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.